બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 10 types of fees have to be paid in the process of taking home loan

તમારા કામનું / Home loan લેવાની પ્રોસેસમાં ચૂકવવી પડે છે 10 પ્રકારની ફી, જાણો ડિટેલ્સ

Megha

Last Updated: 04:53 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan Fees: લોન આપનાર 10 પ્રકારની ફી ના પૈસા તમારી પાસેથી વસૂલે છે.ચાલો આજે અમે તમને જણાવી એ કે હોમ લોન લેવા સમયે કેટલી અલગ અલગ પ્રકારની રકમ તમારે ફી તરીકે ચૂકવવાની રહેશે.

  • હોમ લોન લેવામાં તમારે 10 પ્રકારની ફી માટે પૈસા ચૂકવવા પડે
  • લોન આપનાર આ અલગ અલગ પ્રકારની ફી ના પૈસા વસૂલી શકે 
  • ચાલો જાણીએ કઈ કઈ પ્રકારની ફી વસૂલે છે 

Home Loan Fees:  આજકાલ ઘરનું ઘર લેવાનું સપનું દરેક લોકોનું હોય છે. એવામાં દરેક બેંક હોમ લોન આપી રહી છે પણ શું તમને ખબર છે કે હોમ લોન લેવામાં તમારે 10 પ્રકારની ફી માટે પૈસા ચૂકવવા પડે છે. આ દરેક ફી અલગ અલગ બેંક કે ફાઇનાન્સ કંપની અલગ અલગ દરે વસૂલે છે. અથવા ઘણા લોન આપનાર આ અલગ અલગ પ્રકારની ફી ના પૈસા એક સાથે જોડીને તમારી પાસેથી વસૂલે છે. આ 10 પ્રકારની ફી માંથી અમુક નિશ્ચિત દરે બધા વસૂલે છે પણ થોડી રકમ લોનની રકમની ટકાવારી તરીકે જોડાયેલ હોય છે. ચાલો આજે અમે તમને જણાવી એ કે હોમ લોન લેવા સમયે કઈ અલગ અલગ રકમ તમારે ફી તરીકે ચૂકવવાની રહેશે. 

1. લૉગ ઇન ફી 
તેને એપ્લિકેશન ફી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોનની અરજીનું મૂલ્યાંકન કરવા માટે લોન આપનાર દ્વારા લેવામાં આવતી આ પ્રારંભિક ફી છે. 

2. પ્રોસેસિંગ ફી 
લોનની અરજીનું મૂલ્યાંકન વિવિધ રીતે કરવામાં આવે છે. તેમાં KYC વેરીફીકેશ, નાણાકીય મૂલ્યાંકન, રોજગાર વેરીફીકેશ, રહેઠાણ અને ઓફિસ સરનામાનું વેરીફીકેશ, ક્રેડિટ હિસ્ટ્રી વગેરેનો સમાવેશ થાય છે. તેના માટે લોન આપનાર પ્રોસેસિંગ ફી લે છે.

3. ટેકનિકલ અસેસમેન્ટ ફી 
જે મિલકત માટે હોમ લોન લેવામાં આવે છે તેના બજાર મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે લોન આપનાર ટેકનિકલ નિષ્ણાતોને નિયુક્ત કરે છે. આ નિષ્ણાતો મિલકતનું મૂલ્યાંકન કરે છે અને  વિવિધ માધ્યમો દ્વારા મિલકતની બજાર કિંમત પણ નક્કી કરે છે. ઘણા ધિરાણકર્તાઓ આ ફીને તેમની પ્રોસેસિંગ ફીમાં સામેલ કરે છે તો ઘણા લોકો તેનો અલગથી ચાર્જ કરે છે.

4. લીગલ ફી 
લૉન આપનાર માટે સૌથી મહત્વની વાત એ છે કે તે જે મિલકત માટે લોન આપવા જઈ રહ્યો છે તેના પર કોઈ કાનૂની વિવાદ નથી. એ વાતની ચકાસણી કરવા માટે કાનૂની નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે જેઓ મિલકતના કાયદાકીય પાસાઓની તપાસ કરે છે અને એ પછી તમારી પાસે લીગલ ફી વસૂલવામાં આવે છે. 

5. ફ્રેન્કિંગ ફી
ફ્રેન્કિંગ ફી એ સામાન્ય રીતે મશીન દ્વારા તમારા હોમ લોન એગ્રીમેન્ટ સ્ટેમ્પ મેળવવાની પ્રક્રિયા છે. આ પુષ્ટિ કરે છે કે તમે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ફી માત્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ભારતના કેટલાક રાજ્યોમાં જ લાગુ પડે છે . ફ્રેન્કિંગ શુલ્ક સામાન્ય રીતે હોમ લોન મૂલ્યના 0.1% હોય છે.

6. નિયામક ફી 
આ એવી ફી છે જે લોન આપનાર દ્વારા હોમ લોન મેળવવાની પ્રક્રિયામાં વૈધાનિક સંસ્થાઓ વતી એકત્રિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફી  GST અને સ્ટેમ્પ ડ્યુટીના રૂપમાં વસૂલવામાં આવે છે અને સરકારને ચૂકવવામાં આવે છે.

7. પુનઃમૂલ્યાંક ફી 
આ ફી મંજૂર હોમ લોન એપ્લિકેશનની મર્યાદિત માન્યતા અવધિ માટે વસૂલવામાં આવે છે. જો તમારી લોન મંજૂર કરવામાં આવી છે પરંતુ તમે લાંબા સમય સુધી ચૂકવણી કરતા નથી, તો લોન આપનાર તમારી લોન અરજીનું પુનઃમૂલ્યાંકન કરશે. ઉદાહરણ તરીકે HDFC બેંક છ મહિનાની પ્રારંભિક મંજૂરી સમાપ્ત થયા પછી આ કેસોમાં રૂ. 2,000 ની પુનઃમૂલ્યાંકન ફી વસૂલ કરે છે.

8. વીમા પ્રીમિયમ 
ઘણી લોન આપનાર સંસ્થા મિલકતને કોઈપણ નુકસાનથી બચાવવા માટે વીમો લેવાનું સૂચન કરે છે. જો તમે હોમ લોનની સાથે વીમા પૉલિસી લેવાનું નક્કી કરો છો, તો તમારે વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે.

9. નોટરી
જો તમે એનઆરઆઈ છો અને હોમ લોન લઈ રહ્યા છો તો તમારે થોડા વધારાના પેપરવર્ક કરવા પડશે. તમારા KYC દસ્તાવેજો અને POA (પાવર ઑફ એટર્ની) ભારતીય દૂતાવાસ અથવા વિદેશમાં ઉપલબ્ધ સ્થાનિક નોટરી દ્વારા નોટઋ કૃત કરાવવા જરૂરી છે. 

10. પ્રી-ઇએમઆઇ ચાર્જ
હોમ લોનના વિતરણ પછી, જો ઘરનો કબજો મેળવવામાં વિલંબ થાય છે તો લોન આપનાર એક સરળ વ્યાજ વસૂલ કરે છે જે પ્રી EMI તરીકે ઓળખાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ