બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 1 crore cash found in Sabarkantha from Gujarat border whose and why was it taken?

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં ગુજરાત સરહદેથી મળ્યાં 1 કરોડ રોકડા, કોના અને કેમ લવાયાં?

Vishal Khamar

Last Updated: 01:09 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત- રાજસ્થાન સરહદ પરથી શામળાજી પોલીસે કારમાંથી 1 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી, કાર ચાલક ડ્રાઇવરની ધરપકડ કરી છે.

લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસીંગની આઈ-10 કારના ગુપ્તખાના માંથી ન્યૂઝ પેપરમાં વીંટાળેલ એક કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી, પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રક્મ ક્યા થી કયા લઇ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથધરી હતી.

કારની વચ્ચે ગુપ્ત ખાનામાં રોકડ રકમ સંતાડી હતીઃ એસ.કે.દેસાઈ (પીએસઆઈ, શામળાજી)

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરીકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-10 કારને અટકાવી તલાસી લેતા કાર ચાલક ડ્રાઇવર ચિંતિત જણાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાનું જણાવતા પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી.

વધુ વાંચોઃ સાબરકાંઠામાં યુવાને નશામાં સળગતી હોળીમાં મૂકીને કાર સળગાવી નાખી

પોલીસે પૈસા ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા તે અંગે તપાસ શરૂ કરી

ગુપ્તખાના માંથી 1 કરોડની 500ની નોટના 21 બંડલમાં 20 હજાર નોટો મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઇવર પર્વતસિંહ સંભુસિંહ રાજપુતની અટકાયત કરી,, રોકડ રકમ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.1.02 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ એક કરોડ રૂપિયા કયા થી લઇ કોને પહોંચાડવાના હતા એ અંગે કાર ચાલકની પૂછપરછ હાથધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ