બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Yuzvendra Chahal's pain spills over as RCB sacks him after 8 years, see what he had to say

ક્રિકેટ / VIDEO: મને ખૂબ દુ:ખ થયું, વિરાટ ભૈયાએ...: RCBએ 8 વર્ષ બાદ કાઢી મૂકતાં છલકાયું યુઝવેન્દ્ર ચહલનું દર્દ, જુઓ શું શું કહ્યું

Megha

Last Updated: 03:03 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, મારી સફર આરસીબીથી શરૂ થઈ હતી. મેં તેની સાથે આઠ વર્ષ વિતાવ્યા પણ IPL મેગા હરાજી પહેલા રિટેન ન કર્યો એ વાતનું મને ઘણી દુઃખ થયું.'

  • યુઝવેન્દ્ર ચહલે હાલ તેને તેની નિરાશા વિશે ખુલાસો કર્યો
  • RCB એ 2022 IPL મેગા હરાજી પહેલા રિટેન ન કર્યો
  • જે થયું તે સારા માટે થયું - યુઝવેન્દ્ર ચહલ

ભારતીય સ્પિનર ​યુઝવેન્દ્ર ચહલને ઓળખાણની જરૂર નથી પણ હાલ તેને તેની નિરાશા વિશે ખુલાસો કર્યો છે કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેને આઠ વર્ષ સુધી રમ્યા બાદ 2022 IPL મેગા હરાજી પહેલા તેને રિટેન નહતો કર્યો. યુઝવેન્દ્ર ચહલે એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે, 'અલબત્ત મને ખૂબ દુઃખ થયું. મારી સફર આરસીબીથી શરૂ થઈ હતી. મેં તેની સાથે આઠ વર્ષ વિતાવ્યા. આરસીબીએ મને તક આપી અને તેના કારણે મને ઈન્ડિયા કેપ મળી. વિરાટ ભાઈએ પ્રથમ મેચથી જ મારામાં વિશ્વાસ દર્શાવ્યો હતો, પણ હવે ખરાબ લાગ્યું કારણ કે જ્યારે તમે ટીમમાં 8 વર્ષ વિતાવો છો ત્યારે તે લગભગ પરિવાર જેવું લાગે છે.

પૈસાને લઈને પણ વાત કરી 
યુઝવેન્દ્ર ચહલે આગળ કહ્યું, 'ઘણી અફવાઓ આવી, જેમ કે મેં મોટી રકમ માંગી હતી. મેં તે સમયે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનું કંઈ નથી. હું જાણું છું કે હું કેટલો હકદાર છું. મને ખરેખર દુઃખ એ હતું કે ત્યાં કોઈ ફોન કૉલ નહોતો, કોઈ પણ પ્રકારનો મેસેજ નહોતો. ઓછામાં ઓછી વાત તો કરો. મેં તેમના માટે 114 મેચ રમી છે. હરાજીમાં તેઓએ મને વચન આપ્યું હતું કે તેઓ મારા માટે શક્ય બધું કરશે. મેં કહ્યું, ઠીક છે. ત્યાં મારી પસંદગી ન થતાં હું ખૂબ ગુસ્સે થયો હતો. મેં તેને આઠ વર્ષ આપ્યા. ચિન્નાસ્વામી મારું પ્રિય મેદાન હતું. મેં RCBના કોચિંગ સ્ટાફ સાથે વાત કરી નથી.

જે થયું તે સારા માટે થયું
યુઝવેન્દ્ર ચહલ આઇપીએલમાં 187 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેણે સ્વીકાર્યું કે રાજસ્થાન રોયલ્સમાં જવાથી તેના બોલર તરીકે સુધારો થયો કારણ કે તેણે ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું. 'મને ખ્યાલ છે કે હરાજી ખૂબ જ અણધારી જગ્યા છે,  તેથી, મેં એ હકીકત સાથે સમાધાન કર્યું કે જે થાય છે તે સારા માટે થાય છે. આરઆરમાં, મેં ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું. આરસીબીમાં ઘણીવાર મારો ક્વોટા 16 ઓવર પહેલા પૂરો થઈ જતો હતો. તેથી, મને લાગે છે કે હું રાજસ્થાન રોયલ્સમાં ક્રિકેટર તરીકે પણ આગળ વધ્યો છું. તેથી જે થયું તે સારા માટે થયું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ