બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Tech & Auto / Yamaha launches unique 3 wheeler with two wheels in the front

Auto / YAMAHAનું અનોખું થ્રી વ્હિલર સ્કૂટર, બે પૈડાં પાછળ નહીં પરંતુ આગળ

Published By: Shalin

Last Updated: 07:53 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે ૩ વ્હીલર તરીકે રીક્ષા જોવા ટેવાયેલા છીએ. હવે કલ્પના કરો કે રીક્ષાની આગળના ભાગમાં એકના બદલે ૨ વ્હીલ હોય અને પાછળ એક જ પૈડું હોય તો? આવું જ અજબ ગજબ વાહન યામાહા કંપનીએ લોન્ચ કર્યું છે.

આમ તો YAMAHA કંપની સ્પોર્ટ્સ બાઈક્સ માટે જાણીતી છે. કંપનીએ એકથી એક ચઢિયાતા શાનદાર લૂક્સ ધરાવતી બાઈક્સ બજારમાં ઉતારી છે. પરંતુ આ વખતે કંપની કંઈક નવું કરવા જઈ રહી છે. કંપનીએ ત્રણ પૈડાંવાળી સ્કૂટર બજારમાં ઉતારવા જઈ રહી છે. આ સ્કૂટર ભીડમાં સૌથી અલગ દેખાઈ આવે છે. 

હકીકતમાં યામાહાએ ત્રણ પૈડાંવાળા સ્કૂટર એક અનોખું સ્કૂટર છે. કારણ કે આ ત્રણ પૈડાં ધરાવતા સ્કૂટરમાં ટુ વ્હીલ પાછળ નહીં પરંતુ આગળ છે. એટલે કે આ ખાસ સ્કૂટરમાં ત્રણ પૈડાં તો છે પરંતુ આગળ બે પૈડાં છે. YAMAHA એ આ થ્રી વ્હીલર સ્કૂટરનું નામ Tricity300 રાખ્યું છે. 

સ્કૂટર Tricity300માં ફ્રંટમાં બે પૈડા છે. કંપનીએ અર્બન મોબિલિટીને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારને ડિઝાઈન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ ટોક્યો મોટર શો 2019માં આ સ્કૂટરને શૉકેસ કર્યુ હતું. 

YAMAHA નું આ સ્કૂટર 3CTના કૉન્સેપ્ટ પર આધારિત છે. જો કે યામાહાએ તેના સ્પેસિફિકેશન્સ અને કિંમત વિશે કોઈ જાણકારી આપી નથી. આશા છે કે આવાત મહિને ઈટાલીના મિલાનમાં થનારા EICMA મોટર શોમાં તેના વિશે જાણકારી આપવામાં આવશે. જે ત્રણ કલર ઑપ્શનમાં ઉપલબ્ધ થશે. 

યામાહા ટ્રાઈસિટી 300 ભારતમાં લૉન્ચ થશે કે નહીં તેના વિશે પણ હજુ સુધી કોઈ જાણકારી સ્પષ્ટ થઈ નથી. Tricity 300ની સંપૂર્ણ માહિતી 4 નવેમ્બર સુધી માલૂમ પડી જશે જ્યારે તે યુરોપિયન માર્કેટમાં લૉન્ચ થશે. ખબરો એવી છે કે Tricity300 નું વજન 239 કિલોગ્રામ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

2 wheelers 3 wheelers Auto World yamaha Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ