બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / XPOSAT Satellite Launches: New Year's inauguration is that ISRO created one more history, the secret of black hole will open

ISRO XPoSat launch / XPoSat સેટેલાઇટ લોન્ચ: નવા વર્ષના શુભારંભે જ ISROએ સર્જ્યો વધુ એક ઇતિહાસ, ખુલશે બ્લેક હોલના રહસ્યો

Megha

Last Updated: 09:40 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023માં ચંદ્રયાન તો હવે 2024 માં XPoSat, ISROએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (XPoSat) સફળતાપૂર્વક લોન્ચ કરીને 2024 ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે.

  • ISROએ વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. 
  • નવા વર્ષના પ્રથમ દિવસે જ XPoSat સફળતાપૂર્વક લોન્ચ કર્યું. 

ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. અવકાશ એજન્સીએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (XPoSat) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે.

ભારત ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે. સવારે 9.10 વાગ્યે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો આ પહેલો એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ એટલે કે 'એક્સપોસેટ' રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) સી 58 દ્વારા લોન્ચ કર્યું હતું. તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિમીની ઉંચાઈ પર જશે. તેની સાથે જ અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.

જણાવી દઈએ કે XPoSAT અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. 

વાંચવા જેવુ: નવા વર્ષના શુભારંભે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ ક્યાં કેટલો સસ્તો થયો

આ ઉપગ્રહને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં 500 થી 700 કિલોમીટરની ઉંચાઈએ તૈનાત કરવામાં આવશે. આ મિશનની શરુઆત ISRO દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી જેનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ - POLIX અને બીજું - XSPECT. 

પોલિક્સ (POLIX)શું છે? 
પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. તે રમન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. 126 કિલો વજનનું આ સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ