ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Xiaomi Warm Cup set can also charge your smartphone wirelessly

વાહ / Xiaomi લાવી ઈનોવેટિવ વોર્મ કપ, આ ચા ગરમ રાખવાની સાથે તમારો ફોન પણ કરશે ચાર્જ, આટલી છે કિંમત

Published By: Noor

Last Updated: 01:29 PM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તા સ્માર્ટ ફોન લાવી ભારતીય બજારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનારી ચીનની દિગ્ગજ કંપની શાઓમી ફરી એકવાર પોતાના ગ્રાહકો માટે એક ઈનોવેટિવ પ્રોડક્ટ લઈને આવી છે. એક રિપોર્ટ મુજબ, ચીનના બજારમાં શાઓમીએ એક વાયરલેસ વોર્મ કપ લોન્ચ કર્યો છે. જેની કિંમત ઈન્ડિયન કરન્સીમાં 2000 રૂપિયા છે.

ADVERTISEMENT

  • ખૂબ જ ઈનોવેટિવ પ્રોડક્ટ છે વોર્મ કપ
  • વોર્મ કપની કિંમત ઈન્ડિયન કરન્સીમાં 2000 રૂપિયા છે
  • ચા-કોફી ગરમ રાખવાની સાથે ફોન પણ કરશે ચાર્જ

આ વોર્મ કપની ખાસિયત છે કે તે સતત 55 ડિગ્રી તાપમાન જાળવી રાખે છે. જેનાથી ચા-કોફી ગરમ રહેશે. તેના માટે તે વાયરલેસ ચાર્ચિંગનો ઉપયોગ કરે છે. યુઝરે  ચા-કોફી ગરમ રાખવા માટે માત્ર વાયરલેસ ચાર્જિંગ પેડ ઉપર તેને રાખવું પડશે. આમાં હાઈ-ટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ વોર્મ કપની મદદથી તમે તમારો ફોન પણ ચાર્જ કરી શકો છો, પરંતુ તેના માટે તમારી પાસે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ફીચરવાળો ફોન હોવો જોઈએ. આ વાયરલેસ હીટિંગ પેડ 10 વૉટના પાવર રેટિંગ સાથે આવે છે. હાલ આ વોર્મ કપ ચીની બજારમાં જ ઉપલબ્ધ છે. આ કપ ભારતીય બજારમાં ક્યારે લોન્ચ થશે તેની હાલ કોઈ માહિતી મળી નથી. Xiaomiનું કહેવું છે કે કોસ્ટર 10 વૉટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે અને તે અન્ય બ્રાન્ડ જેમ કે Xiaomi, Samsung, Apple અને અન્ય ફોન પણ ચાર્જ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle Products Warm Cup Set Wireless Xiaomi ચાર્જિંગ ટેક્નોલોજી ફોન ચાર્જિંગ વોર્મ કપ Xiaomi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ