બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Xiaomi MI mix alpha with waterfall display and 108 mp camera

New Phone / 108 મેગાપિક્સલ કેમેરા સાથે અનોખી ડિસ્પ્લે ધરાવતો Xiaomiનો ફોન લૉન્ચ, કિંમત જાણી દંગ રહી જશો

Published By: Dhruv

Last Updated: 06:14 PM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની સ્માર્ટફોન કંપનીએ Mi Mix Alpha રજૂ કરી દીધો છે. આ સ્માર્ટફોન ખૂબ ઇનોવેટિવ અને ફ્યૂચરિસ્ટિક દેખાઇ રહ્યો છે. જેમાં Waterfall Display લગાવવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં સંપૂર્ણ રીતથી કવર એજસ આપવામાં આવેલ છે. ડિસ્પ્લેનાં કવર એટલાં વળેલા છે કે પાછળની તરફ પણ આપને ડિસ્પ્લે દેખાશે.

  • 12GB રેમ સહિત ફોનમાં 512GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ
  • સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી સપોર્ટ ધરાવે છે
Xiaomi MI mix alpha
Xiaomi Mi MIX Alpha

આને જોતા તો એવું લાગે છે કે આને સ્ક્રીનથી જ તૈયાર કરવામાં આવ્યાં છે. સાઇડમાં આપને નેટવર્ક સિગ્નલ અને બેટરી પર્સેંટેજ જેવી ઇન્ફોર્મેશન દેખાશે કે જે આઇકોન છે. સેલ્ફી કેમેરા નથી. સેલ્ફી ક્લિક કરવા માટે ફોનને ઘુમાવવાનો છે અને રિયર કેમેરા જ સેલ્ફી કેમેરાનું કામ કરશે અને ડિસ્પ્લેનો વળેલો પાછળનો ભાગ કે જેમાં આપ ખુદને જોઇ શકશો.

Mi Mix Alpha માં સરાઉન્ડીંગ ડિસ્પ્લે છે, સ્ક્રીન ટુ બૉડી રેશ્યો 180.6% છે. શું આ સ્માર્ટફોન ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળે સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે તે એક મોટો સવાલ છે. માર્કેટમાં ડ્યુઅલ ડિસ્પ્લેવાળા પણ સ્માર્ટફોન છે પરંતુ આ તેનાંથી ખૂબ અલગ છે. કેમ કે અહીં પૂરી સિંગલ સ્ક્રીનને જ પાછળની તરફ લાવવામાં આવેલ છે.

Mi Mix Alpha ની બીજી ખાસિયત જેમાં આપવામાં આવેલ 108 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. આ સેમસંગનું સેન્સર છે કે જેને આ બંને કંપનીઓએ મળીને તૈયાર કર્યો છે. ઓછા અજવાળામાં પણ ઉત્તમ ફોટો માટે ખાસ રીતે તેને ડિઝાઇન કરવામાં આવેલ છે.

Mi Mix Alpha માં Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. મેમરીની વાત કરીએ તો તેમાં 12GB રેમ સાથે 512GBની ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. આ ફોનની બેટરી 4,050mAhની છે અને આ સાથે 40W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવેલ છે.

Xiaomi MI mix alpha
Xiaomi Mi MIX Alpha

ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનને કંપની હાલમાં કૉન્સેપ્ટ સ્માર્ટફોન જણાવી રહી છે અને આને સામાન્ય લોકો માટે ક્યારે લોન્ચ કરવામાં આવશે તે કંપનીએ આ નથી જણાવ્યું. જો કે લોન્ચ દરમ્યાન કંપનીનાં CEO Lei Jun પાસે આ સ્માર્ટફોન હતો.

Mi Mix Alpha નું વેચાણ આ વર્ષનાં અંતે શરૂ થશે. જો કે શરૂઆતમાં આને નાના સ્કેલ પર તૈયાર કરવામાં આવશે એટલે કે આનાં લિમિટેડ યુનિટ્સ બનશે. આની કિંમત 19999 યુઆન (લગભગ 1.98 લાખ રૂપિયા) હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Mi MIX Alpha Mobile Technology Xiaomi Xiaomi Mi MIX Alpha New Phone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ