બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup Semi-Final: Team India's Biggest Threat Is New Zealand, Will Have to Survive Bolt's Pace and Ravindra's Batting

World Cup 2023 / વર્લ્ડકપ સેમીફાઇનલ: ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો છે ન્યૂઝીલેન્ડ, બોલ્ટની રફ્તાર અને રવીન્દ્રની બેટિંગથી બચીને રહેવું પડશે

Megha

Last Updated: 04:20 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15મી નવેમ્બરે આ નોક આઉટ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાઈ શકે છે. ન્યૂઝીલેન્ડના આ 5 ખેલાડીઓ જે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે અડચણ બની શકે છે.

  • ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે 
  • નોક આઉટ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે
  • ન્યૂઝીલેન્ડના આ 5 ખેલાડીઓથી બચીને રહેવું પડશે 

આ સમયે જો કોઈ ટીમે વર્લ્ડ કપ 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તો તે ટીમ ઈન્ડિયા છે. ટીમ ઈન્ડિયા સતત 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે અને માનવામાં આવે છે કે 15મી નવેમ્બરે આ નોક આઉટ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે. 

ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાનની સેમેફાઈનલમાં પંહોચવાની આશા તોડ્યા બાદ હવે ન્યુઝીલેન્ડની નજર ટીમ ઈન્ડિયાનું સપનું તોડવા પર છે. એવામાં ન્યૂઝીલેન્ડના આ 5 ખેલાડીઓ જે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે અડચણ બની શકે છે.

ટ્રેન્ટ બોલ્ટ
જો સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે તો ટ્રેન્ટ બોલ્ટ ભારતીય બેટ્સમેનો માટે મોટો ખતરો બની શકે છે. ખાસ કરીને પાવરપ્લેમાં બોલ્ટનો સ્વિંગ મુશ્કેલીરૂપ બની શકે છે. તે શરૂઆતની ઓવરોમાં જ વિકેટ લેવામાં સક્ષમ છે. બોલ્ટ ભલે આ વર્લ્ડ કપમાં ઘણી મેચ રમ્યો ન હોય, પરંતુ તેમ છતાં ભારત સામે તેનો રેકોર્ડ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

રચિન રવિન્દ્ર 
રચિને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ સદી ફટકારી છે અને કુલ 500થી વધુ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય મૂળના રચીન રવીન્દ્ર ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે. 

ડેવોન કોનવે 
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન ડેવોન કોનવેથી બચીને રહેવું પડશે. કોનવે એક એવો બેટ્સમેન છે જે સ્પિન અને ફાસ્ટ એમ બન્ને બોલ સારી રોતે બને છે અને ટીમ ઇન્ડિયાના બોલર માટે તે ખતરો સાબિત થઈ શકે છે. 

ડેરીલ મિશેલ  
ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિશેલ પણ મજબૂત ફોર્મમાં છે. જો તે મિડલ ઓર્ડરમાં ટકી જાય તો તે ઝડપથી આઉટ થતો નથી. આવી સ્થિતિમાં ભારતીય બોલરો માટે તે ખતરો સાબિત થઈ શકે છે. 

મિશેલ સેન્ટનરની સ્પિનથી સાવધ રહો
ન્યૂઝીલેન્ડ પાસે મિશેલ સેન્ટનરના રૂપમાં સારો સ્પિન બોલર છે, જે ટીમ માટે સતત વિકેટ પણ લઈ રહ્યો છે. સેન્ટનરે ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ માટે 9 મેચમાં 16 વિકેટ લીધી છે. આ બોલરથી ભારતીય બેટ્સમેને બચીને રહેવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ