ઈન્ટરનેટ રસપ્રદ અને આકર્ષક વીડિયોનો ખજાનો છે. જે તમને મનોરંજન કરવાની ગેરંટી આપે છે. આવો એક વીડિયો ઑનલાઈન સામે આવ્યો છે. જેમાં એક મહિલાને બોલીવુડનુ લોકપ્રિય ગીત ગાતી બતાવવામાં આવી છે. વીડિયોને એક ગામમાં શૂટ કરવામાં આવ્યો હતો.
એક મહિલાએ બોલીવુડનુ લોકપ્રિય ગીત ગાયુ
મહિલા 'મોહબ્બત બરસા દેના તુ' ગીત ગાઈ રહી છે
વીડિયોમાં પાછળ ઉભો રહેલ વ્યક્તિ નાચી રહ્યો છે
મહિલાએ સારી રીતે ગાયુ બોલીવુડ ગીત
એક મહિલાને અરિજીત સિંહનુ ગીત 'મોહબ્બત બરસા દેના તુ' ગીત ગાતી બતાવવામાં આવી છે. જેવી તે મહિલા બોલીવુડ ગીત ગાવાનુ શરૂ કરે છે, તે જોઈને લોકો ચોંકી જાય છે. ધુન બનાવાના પ્રયાસમાં તે ગીતના સુર-તાલને બગાડી નાખે છે. જ્યારે મહિલા બોલીવુડ ગીત ગાવામાં મગ્ન હોય છે ત્યારે તેની પાછળ એક વ્યક્તિ રમૂજી અંદાજમાં ગીતના તાલ પર નાચી રહ્યો છે. વીડિયો સાંભળીને તમે હસી પડશો. આખરે તમે હસીહસીને લોટપોટ થઇ જશો. વીડિયોને ઇમો બોઇસ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતુ, રવિવારે પિકનિક પર એડમિન અને વાઇફી.
હસીને લોટપોટ કરી નાખે તેવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 13,000થી વધુ લાઈક્સ મળી છે. કોમેન્ટ બોક્સમાં યુઝર્સ સારી કોમેન્ટ કરી રહ્યાં છે. જ્યારે મહિલા છેલ્લે લા, લા, લા બોલે છે ત્યારે તમે તમારું હાસ્ય રોકી શકતા નથી. એક યુઝરે લખ્યું, તેણે મને જીવનભર માટે ડરાવી દીધો. એક અન્ય યુઝરે લખ્યું, નેહા કક્કડ વિધ ઑટોટ્યુન ઑફ ! ત્રીજા યુઝરે લખ્યું, બેકગ્રાઉન્ડમાં મામૂ સનમ ડાન્સ કરી રહ્યાં છે.