બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / Who is the candidate fielded by BJP-Congress from Junagadh Lok Sabha seat? Know the political journey

લોકસભા ચૂંટણી 2024 / કોણ છે જૂનાગઢની લોકસભા બેઠક પરથી ભાજપ-કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર? જાણો રાજકીય સફર

Vishal Dave

Last Updated: 09:30 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરા જોટવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે વર્તમાન ભાજપના સાંસદની કામગીરીથી લોકો નારાજ છે..જૂનાગઢ જિલ્લાની પ્રજા  હવે બદલાવ ઈચ્છી રહી છે….

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે હીરા જોટવાને મેદાને ઉતાર્યા છે….ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાની સામે કોંગ્રેસે હીરા જોટવાને ટીકીટ આપી છે…ટીકીટ મળતા હીરા જોટવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો…તેમણે જણાવ્યું હતું કે જ્ઞાતિ ફેક્ટર ભાજપના તરફેણમા નહી રહે.. વર્તમાન ભાજપના સાંસદની કામગીરીથી લોકો નારાજ છે..જૂનાગઢ જિલ્લાની પ્રજા  હવે બદલાવ ઈચ્છી રહી છે….

કોણ છે હીરા જોટવા ?

હીરા જોટવાનો થોડો પરિચય મેળવી લઇએ તો, તેમણે B. A. સુધીનો અભ્યાસ કરેલો છે..તેઓ ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.. 1991થી 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરી સંભાળી . જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા.  વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે 2019થી વર્ષ 2023 સુધી રહ્યા. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી..  2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. 

 

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા 

જુનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. જુનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લાગી છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. રાજેશ ચુડાસમા બે ટર્મથી સાંસદ છે, ત્યારે પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા પર વિશ્વાસ મુક્યો છે.

આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદ વચ્ચે રાજકોટમાં લાગ્યા સમર્થનના બેનર, લોકોએ લખ્યું 'હું પરષોત્તમ...'

રાજેશ ચુડાસમા કોણ છે ?

રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભારતીયજનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ