બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / WhatsApp Introduces Built In Fingerprint Lock Feature For Android Beta Version Users

અપડેટ / WhatsApp લાવશે અત્યાર સુધીનું સૌથી મોટું સિક્યોરિટી ફિચર, કોઇ નહી વાંચી શકે ચેટ

Juhi

Last Updated: 11:42 AM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે.

 દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સની સાથે WhatsApp સૌથી વધારે ચર્ચિત છે.

 

WhatsApp પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે બીટા વર્ઝન પર નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. તાજેતરમાં જ Wabetainfo દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવી છે, જેમાં કંપની WhatsAppમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સરને સપોર્ટ કરવાની તૈયારીમાં છે. 

WhatsAppનું આ ફિચર એન્ડ્રોઇટ બીટા વર્ઝન 2.19.221  પર જોઇ શકાય છે. નવી અપડેટ પછી WhatsApp એપને ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાનો રહેશે, જોકે સેટિંગ્સમાં જઇને પહેલા આ ફિચરને એક્ટિવ કરવાનુ રહેશે. 

આ ફિચર આવ્યા પછી યૂઝર્સને સિક્યોરિટીની બાબતમાં ઘણો ફાયદો થશે. જેમ કે જો તમારો ફોન કોઇ અન્ય વ્યકતિ પાસે છે અને લૉક ઑપન છે તો તમારું WhatsApp Chat વાંચી શકશે, જોકે આ ફિચર આવ્યા પછી WhatsApp ઓપન કરવા માટે ફિંગરપ્રિન્ટની જરૂર પડશે. 

નવી અપડેટમાં એવુ પણ ફિચર છે કે તમે પોતે નક્કી કરી શકશો કે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે તમારું WhatsApp ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે કેટલા સમય પછી લૉક થશે. આ માટે તમને 3 વિકલ્પ મળશે જેમાં તરત લૉક, એક મિનિટ પછી લૉક અને 30 મિનિટ પછી લૉક જેવા વિકલ્પ શામેલ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Technology WhatsApp WhatsApp Update Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ