બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / west bengal bjp president dilip ghosh cm mamta banerjee statement

રાજનીતિ / ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું, અમિત શાહ સામે તો મમતા બેનર્જીની હાલત આવી થઈ જાય છે અને બહાર...

Kavan

Last Updated: 08:24 PM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં નિવેદનોને માહોલ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, દિલ્હી હિંસાને આયોજીત નરસંહાર ગણાવતા કેન્દ્રની ભાજપ સરકારને હટાવવાનું આહવાન કર્યું હતું.

  • પશ્ચિમ બંગાળ ભાજપના નેતાનું નિવેદન 
  • મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર

મમતા બેનર્જીના આ નિવેદન પર દિલીપ ઘોષે કહ્યું કે, જ્યારે મમતા બેનર્જી ગૃહમંત્રી અમિત શાહની સામે બેસે છે ત્યારે તો આ મુદ્દાને ઉઠાવતા નથી. જ્યારે મમતા અમિત શાહની સામે હોય ત્યારે તે ગભરાય છે અને બહાર રાજકારણ કરવાનું શરૂ કરે છે. તેમણે આ વાત ગૃહ પ્રધાન સમક્ષ કહી દેવી જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દિલ્હી હત્યાકાંડ આયોજીત નરસંહાર 

આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે દિલ્હીમાં હિંસા એક આયોજિત નરસંહાર છે. મમતાએ કેન્દ્રમાંથી ભાજપને હટાવવાની હાકલ પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે આજે એક સંકલ્પ લઈએ છીએ કે સરમુખત્યાર સરકારને ઉથલાવી નહીં નાંખીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

ભાજપ સરકાર પર મમતા બેનર્જીએ કર્યા પ્રહાર 

આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીની હિંસા એક નરસંહાર છે અને ભાજપે હજી સુધી તેના માટે માફી માંગી નથી. ઉપરથી તેમની નિર્લજ્જતા જુઓ અને અહીં આવી અને કહી રહ્યા છે કે તેઓ બંગાળ લઈ જશે. પશ્ચિમ બંગાળના સીએમએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જાવ અને જુઓ લોકોને બોલવાની સ્વતંત્રતા નથી.

મમતા બેનર્જી

અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સંબોધી હતી સભા 

રવિવારે ગૃહમંત્રી અમિત શાહે શહીદ મીનર વિસ્તારમાં એક રેલી યોજી હતી. આ દરમિયાન શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા તેમના ભત્રીજા અભિષેક પર નિશાન સાધતા કહ્યું હતું કે, આગામી વર્ષે ચૂંટણી બાદ ક્યાંક કોઇ રાજકુમાર મુખ્યમંત્રી ન બની જાય. ભાજપને વિધાનસભામાં ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મળશે. 

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા દિલીપ ઘોષ તથા અમિત શાહ 

લોકસભામાં ભાજપને મળી છે 18 બેઠક 

શાહે કર્યું કે, લોકસભા ચૂંટણી પહેલા મમતા દીદી કહેતા હતા કે, ભાજપના ઉમેદવાર જામીનની રકમ ગુમાવશે. પરંતુ પ્રથમ વખત અમે અહીં 42 બેઠક પૈકી 18 સીટ મેળવી. મમતા દીદી આંકડા જોઇ શકે છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં અમે  બે તૃતીયાંશ બહુમતી મળવીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ