બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vtv Reality Check junagadh ropeway operations

VTV રિયાલિટી ચૅક / ગિરનાર પર ચડવું થશે સરળ, દેશના સૌથી લાંબા ગિરનારના રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં

Kavan

Last Updated: 03:43 PM, 12 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરવા ગઢ ગિરનારના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. ગરવા ગઢ ગિરનાર ગુજરાતની શાન છે. દેશનું અભિમાન છે. ગુજરાતના સૌથી ઉંચો આ રમણીય પર્વત ન માત્ર એક પર્વત છે. પરંતુ લાખો, કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તેથી જ સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે ઉમટે છે.

  • ગિરનાર રોપ વેનું કામ પૂરજોશમાં
  • VTVની ટીમ દ્વારા કરાયું રિયાલીટી ચેક 

આ ગિરનાર પર આ દેશની કદાચ સૌથી મોટી રોપ વે આકાર લઈ રહી છે. દેશના સૌથી મોટા પ્રોજેક્ટોમાંથી એક આ રોપ વે પ્રોજેક્ટની કામગીરીના જાત નિરીક્ષણ માટે અમે પહોંચ્યા છીએ. અમે સૌથી પહેલા એ સ્થળે પહોંચ્યા જ્યાંથી રોપ વેની શરૂઆત થવાની છે. અમે ત્યાં પહોંચી કામગીરીનું રિયાલીટી ચેક કર્યું. 

રોપ વેનું સ્ટેશન આકાર પામી રહ્યું છે

તો રોપ વેનું આ પ્રથમ પગથિયું હતું. અહીં રોપ વેનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે. ગુજરાતના સૌથી ઉંચા પર્વતની ટોચે પહોંચવા માટે તમારે અહીંથી જ ટિકિટ લેવી પડશે. આ કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવું અમે નિહાળ્યું. અમે આગળ વધ્યા અને ગીરના એ જંગલોમાં પહોંચ્યા. જ્યાંથી રોપ વે પસાર થવાનો છે.

રોપની લંબાઇ લગભગ દોઢ કિલોમીટર લાંબી

ગિરનાર પર બની રહેલી રોપ વેને કંઈ એમ જ દેશની સૌથી મોટી રોપ વે નથી કહેવાતી. કારણ કે આ રોપની લંબાઇ લગભગ દોઢ કિલોમીટરની છે. દોઢ કિલોમીટર. વિચારો કોઈ પર્વત પર દોઢ કિલોમીટર ઉપર ચડવાનું છે. ગીરના નયનરમ્ય જંગલો પણ રોપ વેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. 

અમે ગિરનાર રોપ વે વિશે જાણકારી મેળવવા માટે અમે એક એક ખૂણો ફરી રહ્યા હતા. કારણ કે અમારે રો પેને લઈ વિસ્તુત જાણકારી મેળવવી હતી. અમે રોપ વે પ્રોજેક્ટના મેનેજર સાથે પણ મુલાકાત કરી.  અમે ગિરનાર રોપ વેનો રિયાલીટી ચેક કરી રહ્યા હતા. ત્યાં અમે કેટલાક પ્રવાસીઓ મળ્યા. તેમણે પણ એક જ અવાજે કહ્યું કે ગિરનાર પર ખરેખર રોપ વેની જરૂરિયાત છે. 

એક ટ્રોલીને પહોંચતા 8 મિનીટ જેટલો સમય લાગશે 

એક ટ્રોલીને પહોંચતા 8 મિનીટ જેટલો સમય લાગશે ઉપર પહોંચતા થશે. જમીન થી 800 મિટરની જેટલી ઉંચાઇ સુધી લોકો જઇ શકશે. દર 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક ટ્રોલી આવશે. આ રોપ-વે નું કામ જાણીતી રોપવે કંપની ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે શું છે હાલની તૈયારીઓ જોઇએ આ વીડિયોમાં...

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Reality Check junagadh ropeway operation ગિરનાર ગુજરાતી ન્યૂઝ રોપ-વે Vtv Reality Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ