બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / VTV EXIT POLL on gujarat elections 2022 all over districts

VTV-EXIT POLL / ગુજરાતમાં સતત સાતમી વાર ભાજપ સરકાર બનાવે તેવા અણસાર, ઝોન મુજબ જુઓ કઇ પાર્ટીને કેટલી બેઠક

Published By: Dhruv

Last Updated: 04:45 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લોકશાહીના પર્વની શાંતિપૂર્ણ માહોલ સાથે રંગેચંગે ઉજવણી થઇ. ત્યારે હવે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એકવાર ફરીથી મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે શું કહે છે VTVનો Exit Poll.

  • 182 વિધાનસભા બેઠકનું VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન
  • ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોય તેવું એગ્ઝિટ પોલમાં અનુમાન
  • 182 બેઠકમાંથી ભાજપને 112 બેઠકો મળવાનું એગ્ઝિટ પોલમાં અનુમાન

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી બાદ હવે જિલ્લાઓ પ્રમાણે પણ Exit Pollના તારણ સામે આવી રહ્યાં છે. ત્યારે VTV Exit Pollના સર્વેમાં એકવાર ફરી ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોય તેવું દેખાઇ રહ્યું છે. 182 બેઠકમાંથી ભાજપને 112 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 57 બેઠક મળે તેવું અનુમાન છે જ્યારે AAPને 7 બેઠકો મળવાનું એક્ઝિટ પોલમાં અનુમાન સેવાઇ રહ્યું છે. જ્યારે અન્યને 7 બેઠક મળી શકે છે.

PM મોદીની આ ઈચ્છા અધૂરી રહે તેવી શક્યતા
જોકે અહીં સૌથી મોટો સવાલ હવે એ ઊભો થઇ રહ્યો છે કે શું આ વખતના ચૂંટણી પરિણામમાં PM મોદીની ઇચ્છા પૂરી થશે. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી માટે PM મોદીએ આ વખતે ધૂમ પ્રચાર કર્યો હતો. PM મોદીએ 38 જેટલી જનસભાઓ અને 100થી વધારે બેઠકો કવર કરી હતી તેમજ ત્રણ મોટા રોડ શો પણ કર્યા હતા. દરમ્યાન PM મોદીએ પોતે જ પ્રચાર મામલે કહ્યું હતું કે, 'તેઓ આટલી મહેનત કરી રહ્યાં છે કારણ કે તેમને આ વખતે રેકૉર્ડ તોડવો છે.' પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભૂપેન્દ્ર નરેન્દ્રના રેકૉર્ડ તોડે તે માટે કામ કરવું છે.' પરંતુ VTV એગ્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે જો સાચા પડે તો કદાચ PM મોદીનું આ સપનું અધૂરું પણ રહી શકે છે.

જુઓ સૌરાષ્ટ્ર-કચ્છ-દ. ગુજરાત-મધ્ય ગુજરાત-ઉ. ગુજરાત-મધ્ય ગુજરાત અને અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ અને AAPના ફાળે કેટલી બેઠકો જશે?

જિલ્લા મુજબ ભાજપ-કોંગ્રેસ અને AAPને કેટલી બેઠકો મળે તેવી શક્યતા?

જિલ્લા ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ કુલ બેઠક
સૌરાષ્ટ્ર 28 20 5 1 54
રાજકોટ 4 3 1 0 8
સુરેન્દ્રનગર 3 2 0 0 5
જામનગર 3 0 2 0 5
દ્રારકા 1 1 0 0 2
પોરબંદર 0 1 0 1 (સમાજવાદી પાર્ટી) 2
જૂનાગઢ 1 3 1 0 5
ભાવનગર 7 0 0 0 7
બોટાદ 1 0 1 0 2
અમરેલી 0 5 0 0 5
ગીર સોમનાથ 3 1 0 0 4
કચ્છ 3 3 0 0 6
ઉત્તર ગુજરાત 13 18 0 1 32
અરવલ્લી 1 2 0 0 3
સાબરકાંઠા 2 2 0 0 4
મહેસાણા 2 4 0 1 7
પાટણ 1 3 0 0 4
ગાંધીનગર 4 1 0 0 5
બનાસકાંઠા 3 6 0 0 9
મધ્ય ગુજરાત 29 8 0 3 40
છોટા ઉદેપુર 2 1 0 0 3
વડોદરા 8 1 0 1 10
દાહોદ 5 1 0 0 6
પંચમહાલ 4 1 0 0 5
મહીસાગર 1 1 0 1 3
ખેડા 5 1 0 0 6
આણંદ 4 2 0 1 7
અમદાવાદ જિલ્લો          
અમદાવાદ 16 5 0 0 21
દક્ષિણ ગુજરાત 26 6 2 1 35
વલસાડ 5 0 0 0 5
નવસારી 3 1 0 0 4
તાપી 1 1 0 0 2
સુરત 13 2 1 0 16
ભરૂચ 3 1 0 1 5
નર્મદા 0 1 1 0 2
ડાંગ 1 0 0 0 1

બીજા તબક્કામાં 93 બેઠકો પર અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

ExitPollOnVTV GujaratAssemblyPolls GujaratElections GujaratElections2022 Gujarat ExitPoll 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ