બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB Castle Bromwich Hall hotel in England Birmingham is famous as the most haunted hotel
દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જ્યાં ભૂત-પ્રેત કે પેરાનોર્મલ એક્ટિવિટી વિશે ચર્ચા ન થઈ હોય. આ અંગે લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક માને છે કે ભૂત હોય છે તો કેટલાક કહે છે આવું કશું નથી હોતું. આ માત્ર મનનો ભ્રમ છે.
ADVERTISEMENT
એક્ટર્સ, રાઇટર, સિંગર, ડૉક્ટરની જેમ પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સ કરીને એક પ્રોફેશન હોય છે જેમાં લોકો આવી હોન્ટેડ જગ્યાઓ પર જાય છે અને ત્યાં ભૂત છે કે નહીં તેની તપાસ કરે છે, આ માટે એમની પાસે ખાસ પ્રકારના ડિવાઇસ પણ હોય છે અને બાદમાં એમનો અનુભવ કેમેરામાં રેકોર્ડ કરીને દુનિયાને સંભળાવે છે.
ADVERTISEMENT
તમે ઘણા હોન્ટેડ ઘરો વિશે સાંભળ્યું હશે પણ શું તમે ક્યારેય એવી હોટલ વિશે સાંભળ્યું છે જ્યાં ભૂત હોટલના ગેટ પાસે ઉભા રહીને ચોકીદારી કરતાં હોય અને ત્યાં અંદર આવતા લોકોને પ્રશ્ન પૂછતાં હોય. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આવી જ એક હોટેલ છે જેનું નામ છે કેસલ બ્રોમવિચ હોલ. કહેવાય છે કે તેનું બાંધકામ 1557 થી 1585 ની વચ્ચે થયું હતું.
ADVERTISEMENT
થોડા દિવસો પહેલા આ હોટલમાં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સની એક ટીમ પંહોચી હતી અને એમને એવો દાવો કર્યો હતો કે આહીં ઘણી આત્માઓ છે અને તે હોટલના દરવાજા પાસે ઉભા રહીને હોટલમાં આવતા લોકોને એક પ્રશ્ન પૂછે છે. પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સ આ હોટલમાં પંહોચ્યાં હતા ત્યારે હોટલની બહાર આ ભૂતોએ એમને પૂછ્યું કે શું તેઓ તેમના મિત્ર છે.. એમને હા પાડી એ બાદ જ એમને અંદર જવા દીધા હતા અને એ બાદ એમને હોટલની અંદર ઘણી એવી ઍક્ટિવિટી રેકોર્ડ કરી જે સામાન્ય નહતી.
વધુ વાંચો: VIDEO: Chhattisgarhના આ મંદિરમાં કોઈ બળતણ વિના નવ દિવસ આપમેળે સળગે છે જ્યોત
ADVERTISEMENT
એમનું કહેવું છે કે અંહી કુલ બે આત્માઓ છે અને તે કોઈને નુકસાન નથી પંહોચાડવા માંગતી, તે બસ આ જગ્યા પર શાંતિથી રહેવા માંગે છે. તમે પણ આ હોટલ વિશે વધુ જાણવા માંગો છો તો ગુગલ પર કેસલ બ્રોમવિચ હોલ હોટલ પેરાનોર્મલ ઍક્ટિવિટી વિડીયો સર્ચ કરી શકો છો.
આ સિવાય અમેરિકાના કેલિફોર્નિયામાં પણ 'સેસિલ' કરીને આવી જ એક હોટલ આવેલી છે, જે હોન્ટેદ હોટેલોમાંની એક ગણાય છે. આ હોટેલમાં ઘણા રહસ્યમય મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.