બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 02:19 PM, 9 April 2024
શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓ માતાના દરબારમાં નથી જઈ શકતી? આપણાં ભારતના છત્તીસગઢમાં એક આવું જ મંદિર આવેલું છે જ્યાં મહિલાઓને જવાની અને પૂજા કરવાની મનાઈ છે. એટલું જ નહીં અહીં મહિલાઓને પ્રસાદ ખાવાની પણ મંજૂરી નથી. સાથે જ આ મંદિરમાં માતાને શણગારણી વસ્તુઓ પણ ચડાવવામાં નથી આવતી.
ADVERTISEMENT
છત્તીસગઢ તેની પ્રાકૃતિક સુંદરતા માટે તો પ્રખ્યાત છે જ, તેની સાથે જ આ રાજ્ય તેના પ્રાચીન મંદિરો માટે પણ જાણીતું છે. છત્તીસગઢમાં આવા અનેક મંદિરો છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને એ માટે જ લોકો દૂર-દૂરથી અહીં દર્શન કરવા આવે છે. આવું જ એક મંદિર છે નીરાઈ માતાનું મંદિર જે છત્તીસગઢના ગરિયાબંદથી 12 કિલોમીટર દૂર એક પહાડી પર આવેલું છે.
ADVERTISEMENT
નીરાઈ માતાના મંદિરમાં સિંદૂર, શ્રૃંગાર, કુમકુમ કે ગુલાલ ચઢાવવામાં નથી આવતા, ફક્ત નારિયેળ અને અગરબત્તીથી પૂજા કરવામાં આવે છે. મા નીરાઈ ના ચમત્કારને કારણે જ અહીં દૂર-દૂરથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન અહીં જાતે જ કોઈ તેલ કે ઘી વગર જ્યોત પ્રગટે છે અને કહેવાય છે કે વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.
વધુ વાંચો: VIDEO: આ દેશની કુલ વસ્તી માત્ર 35 લોકોની છે, છતાં અહીં પોતાની કરન્સી, બેંક અને નેવી છે
ખાસ વાત એ છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાનો દરબાર વર્ષમાં એકવાર સવારે 4 થી 9 વાગ્યા સુધી માત્ર 5 કલાક માટે જ ખોલવામાં આવે છે, આ દરમિયાન અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. લગભગ 200 વર્ષથી નિરાઈ માતાની પૂજા કરવામાં આવે છે અને મંદિરમાં માત્ર પુરુષો જ પૂજા વિધિ કરે છે અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ સહિત પ્રસાદ ખાવાની પણ મનાઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.