બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VIDEO Molossia country total population only 35 people, yet has its own currency bank and navy
એવું માનવામાં આવે છે કે વિશ્વમાં 200 થી વધુ દેશો છે, પરંતુ તમામ દેશોને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત નથી અને યુનાઈટેડ નેશન્સ અનુસાર, માત્ર 195 દેશો એવા છે જે માન્ય છે પણ દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે?
ADVERTISEMENT
આ દેશનું નામ મોલોસિયા છે, જેને રિપબ્લિક ઓફ મોલોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ તમે આ દેશનું નામ પણ સાંભળ્યું નહીં હોય અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ દેશની કુલ વસ્તી માત્ર 35 લોકોની છે. આ દેશ એક માઇક્રોનેશન છે. માઇક્રોનેશન દેશો સ્વ-ઘોષિત આત્મનિર્ભર દેશો હોય છે જેને આંતરરાષ્ટ્રીય સમુદાય એટલે કે વિશ્વની વિવિધ સરકારો અને યુએન દ્વારા માન્યતા મળી નથી અને એક રિપોર્ટ અનુસાર દુનિયામાં આવા લગભગ 67 માઈક્રોનેશન છે.
ADVERTISEMENT
મોલોસિયા અમેરિકન રાજ્ય નેવાડાની નજીક સ્થિત છે અને આટલી ઓછી વસ્તીવાળા આ દેશના એક રાષ્ટ્રપતિ પણ છે જે દેશ પર રાજ કરે છે, જેનું નામ છે કેવિન બૉગ. અન્ય કોઈપણ દેશમાં રાષ્ટ્રપતિને ભારે સુરક્ષા મળે છે, પરંતુ આ દેશના રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના ડર વગર આરામથી રસ્તાઓ પર ફરે છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં જ્યારે કોઈ પ્રવાસીઓ ફરવા આવે છે તો ત્યાંના આ રાષ્ટ્રપતિ પોતે એમનું સ્વાગત કરીને એમના ટુર ગાઈડ બને છે.
ADVERTISEMENT
આ નાનકડો દેશ કેવી રીતે બન્યો તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1977માં કેવિન બૉગ અને તેના એક મિત્રના મનમાં વિચાર આવ્યો કે આપણે એક અલગ આપણો દેશ બનાવીએ અને એ વિચારને રિયાલિટી બનાવવા માટે આ દેશનો પાયો નાખ્યો અને લગભગ 20 વર્ષ પછી 1999માં તેનું નામ બદલીને રિપબ્લિક ઓફ મોલોસિયા રાખવામાં આવ્યું હતું.
વધુ વાંચો: VIDEO: ભારતની આ જગ્યા પરથી પસાર થાઓ ત્યારે સમય બે વર્ષ આગળ વધી જાય છે, જુઓ
ADVERTISEMENT
મોલોસિયા પાસે તેની પોતાની નેવી, નેવલ એકેડમી, સ્પેસ પ્રોગ્રામ, રેલરોડ, પોસ્ટલ સર્વિસ, બેંક, રજાઓ, ઓનલાઈન મૂવી થિયેટર, ઓનલાઈન રેડિયો સ્ટેશન અને તેનો પોતાનો ટાઈમ ઝોન પણ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.