બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Vodafone idea airtel will not take any charge for calling in other networks

કૉલિંગ / Jio નો ઝટકો, Voda-Idea-Airtel ગ્રાહકોને રાહત! નહીં આપવો પડે એકસ્ટ્રા ચાર્જ

Juhi

Last Updated: 06:18 PM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે સાંજે Jio એ જાહેરાત કરીને કંપનીના નેરવર્કથી હવે બીજા નેટવર્ક પર કૉલિંગ ફ્રી નહી થાય, એટલે કે Jio એ ગ્રાહકોને હવે બીજા નેટવર્ક પર કોલિંગ માટે એક નવુ ટૉપ અપ રિચાર્જ કરાવવું રહેશે. આ પછી હવે વોડાફોન આઇડિયા લિમિટેડે એક ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

  • જિયોએ ફ્રી કૉલિંગ બંધ કરવાનો નિર્ણય
  • વોડાફોન આઇડિયા ચાલું રાખશે ફ્રી સર્વિસ

વોડાફોન-આઇડિયાએ  જણાવ્યુ કે, ''તે પોતાના ગ્રાહકો પાસેથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે કોઇ અલગ ચાર્જ નહી વસૂલે. કંપનીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

વોડાફોન-આઇડિયાએ કહ્યુ કે, ''તે પોતાના ગ્રાકહો પર આવો કોઇ ભાર નથી ઇચ્છતી જેથી દરેક વખતે કોલ કરતી વખતે પહેલા ગ્રાહકોએ વિચારવું પડે કે ઑન નેટ કોલ કરી રહ્યા છે કે ઑફ નેટ.'' વોડાફોને ટ્વીટરમાં કહ્યુ કે, ''વોડાફોનથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે કોઈ ચાર્જ નહીં લાગે. તો અમે તમને જે વાયદો કર્યો હતો તે આનંદ માણો. વોડાફોન અનલિમિટેડ પ્લાન્સ પર વાસ્તવમાં ફ્રી કોલ.''

 

આ સાથે જ એરટેલે પણ એક યૂઝરને રિપ્લાઇ કરતા કહ્યુ કે, ''કંપનીના અનલિમિટેડ પેક્સ કૉલિંગ માટે વાસ્તવમાં અનલિમિટેડ રહેશે. યૂઝર્સ અનલિમિટેડ પેક્સમાં ભારતમાં ક્યાંય પણ ફ્રી લોકલ,  STD અને રોમિંગ કોલ્સનો ફાયદા ઉઠાવી શકશે. આ માટે કંપની કોઇ એડિશનલ ચાર્જ નહી લે.''

 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે આઈયૂસીની જાહેરાત કરી. કંપનીએ કહ્યુ કે, હવે જિયો નેટવર્કથી અલગ અન્ય કોઇ મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા પર તે ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેશે. આ પછી રિલાયન્સ જિયોએ તેવી પણ જાહેરાત કરી કે તે 10 રૂપિયાની શરૂઆત કિંમતની ટોપ-અપ પેક્સ લોન્ચ કરી રહી છે. જે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હશે. આ ટોપ-અપ પેક સાથે વધારાનો ડેટા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio Technology આઇડિયા એરટેલ વોડાફોન Calling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ