બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Visnagar, rushikesh patel from BJP won the mahesana visnagar seat

ભાજપ / સરકારના વધુ એક મંત્રીનો ભવ્ય વિજય, આ નેતાનું આખા ગુજરાતમાં વધશે કદ

Published By: Vaidehi

Last Updated: 04:37 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લાની વિસનગર બેઠકથી લડી રહેલાં ભાજપનાં ઉમેદવાર ઋષિકેશ પટેલ જીતી ગયાં છે. આ વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરેલ હતી જેમાં કોંગ્રેસે કિરીટ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીએ જયંતી પટેલને ટિકીટ આપી હતી. બંને પાર્ટીઓની હાર થઇ છે અને ફરી એકવાર વિસનગર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

  • મહેસાણાનાં વિસનગરમાં ભાજપનો વિજય
  • ઋષિકેશ પટેલે મેળવી ભવ્ય જીત
  • જયંતી પટેલ અને કિરીટ પટેલ ગેમ બહાર

ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વખતે મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પર ભાજપે ઋષિકેશ પટેલને ફરીવાર ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કિરીટ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતી પટેલ હતાં. આ બેઠક પર ભાજપના દબદબો રહ્યો છે. ઋષિકેશ પટેલ 2007 અને 2017 સુધી લગાતાર જીતતા આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, 1995થી વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો કબજો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલને 2869 મતોથી પરાજય આપ્યો હતો. 2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જ જીત્યા હતા.

આ બેઠકના જાતિગત સમીકરણો
આ વિસ્તારમાં પાટીદોરોની વસ્તી વધુ છે તેમની વસ્તી 33 ટકા તો 23 ટકા ઠાકોર અને 6 ટકા મુસ્લિમ તેમજ 14 ટકા જેટલા ઓબીસી સમાજના છે, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વિસનગર બેઠક પર પાટીદાર પટેલોની સાથે ઠાકોર સમાજનો પણ મતદારોનો દબદબો ભારે છે. આ બેઠક પર પક્ષ કોઈપણ હોય પરંતુ આખરી મુકાબલો તો પાટીદાર વર્સીસ પાટીદારનો જ જોવા મળે છે.

બેઠકનો ઈતિહાસ
વિસનગર બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સતત જીતતા આવ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ અને કોંગેસના ઉમેદવાર ભોળાભાઈ પટેલને 20.81 ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી. 2017માં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બબલદાસ પટેલને 29000 જેટલા મતથી હરાવીને સીટ કબજે કરી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. ગત ચૂંટણીમાં ઋષિકેશ પટેલની નાની માર્જિનથી થઈ હતી. આ બેઠક પર 2,11,833 જેટલા મતદારો છે. જેમાં 1,01,471 મહિલા અને 1,10,362 ટકા પુરુષ મતદારો છે.

ઋષિકેશ પટેલ કોણ છે?
ઋષિકેશ પટેલનો જન્મ સુંઢીયા ગામે થયો છે તેઓ બિલ્ડર અને સિવિલ એન્જીનયર છે તેમના કન્સટેશનમાં મોટું નામ છે. ઋષિકેશ પટેલે બિલ્ડીંગો, શોપિંગ સેન્ટરો અને દુકાનો જેવા બાંધકામો કરી પોતાના વ્યવસાયમાં ચલાવે છે. તેઓ પોલિટીક્સમાં ભાજપ સાથે પેહલાથી જ જોડાયેલા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Election Results Mahesana VISNAGAR ચૂંટણીનાં પરિણામો gujarat election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ