ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO: બજારમાં WWE જેવી ફાઈટ! એક જ ડ્રેસ ગમી જતા બે મહિલાઓ બાખડી, જુઓ વીડિયો

વાયરલ / VIDEO: બજારમાં WWE જેવી ફાઈટ! એક જ ડ્રેસ ગમી જતા બે મહિલાઓ બાખડી, જુઓ વીડિયો

Last Updated: 09:07 PM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા વર્ષોથી શોર્ટ વીડિયોનો ક્રેઝ વધ્યો છે. લોકોને સ્ટંટ, જુગાડ, લડાઈનો કે ફની વીડિયો પસંદ આવતા હોય છે. જેથી સોશિયલ મીડીયા પર આવું કન્ટેન્ટ તરત જ વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

Viral Video : અત્યારે મોટાભાગના લોકો દિવસભર મિનીમમ 4-5 કલાક ઓનલાઇન રહેતા હોય છે. તેમાં સોશિયલ મીડિયામાં લોકો વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે. હાલમાં શોર્ટ વીડિયોનો ક્રેઝ વધ્યો છે. કેમ કે આ વીડિયો ફની, ઈન્ફર્મેટિક તથા મનોરંજક પણ હોય છે. જેમાં અમુક વીડિયો ખૂબ વાયરલ પણ થઈ જતાં હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો તેના વિશે જાણીએ.

  • વાયરલ વીડિયોમાં શું છે?
    અત્યારે જે ટ્વીટર પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલાઓ કપડાના સ્ટોલ પર ઉભી છે ત્યારે એક મહિલા અચાનક જ બીજી મહિલાને થપ્પડ મારી દે છે. ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે. વીડિયોમાં એક કટ  બાદ જોવા મળે છે કે, બે મહિલાઓ એકસાથે મળીને એક મહિલાને માર મારતી જોવા મળે છે. જે સ્ત્રીને માર મારવામાં આવી રહ્યો છે તે એ જ છે જેને પહેલા હાથ ઉપાડ્યો હતો.

વધુ વાંચો : VIDEO : બેગમાં કોન્ડોમ લઈને સ્કૂલે આવ્યાં છોકરાઓ, ચેકિંગમાં પકડાતાં સાચું બોલ્યાં, જાણીને આઘાત લાગશે

આ વાયરલ વીડિયો X પ્લેટફોર્મ પર @gharkekalesh નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું કે, "મહિલાઓ વચ્ચે ક્લેશ થયો કારણ કે તે બંને એક જ કપડાં ખરીદવા માંગતી હતી." આ લખાય છે ત્યાં સુધી, આ વીડિયોને 1.75 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં અનેક કૉમેન્ટ આવી રહી છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "જો પુરુષ હોય તો : ચાલો કોન્ટ્રીબ્યુટ કરીએ અડધું અડધું. ઓડ ડે પર તું પહેરજે અને ઈવન દિવસે હું." બીજા યુઝરે લખ્યું હતું કે, "મહિલાઓ કપડાંને લઈ સમાધાન નથી કરતી". તો અન્ય એક યુઝર જેમ મજા લેતો હોય અને કોઈ શો જોવા આવ્યો હોય તેમ લખ્યું હતું કે, "મારા પોપકોર્ન ક્યાં છે?"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Funny Video Social Media Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ