ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : બેગમાં કોન્ડોમ લઈને સ્કૂલે આવ્યાં છોકરાઓ, ચેકિંગમાં પકડાતાં સાચું બોલ્યાં, જાણીને આઘાત લાગશે
Last Updated: 05:30 PM, 8 April 2025
ADVERTISEMENT
છોકરાઓ નાની ઉંમર જવાન થતાં જાય છે, આ વાત સારી છે પરંતુ તેની એક સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. આ વાતનો પુરાવો આપતી એક મોટી ઘટનામાં મહારાષ્ટ્રના નાસિકની એક સ્કૂલમાં ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓની બેગમાં કોન્ડોમ, છરીઓ, પત્તા સહિતની બીજી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવતાં ચકચાર મચી હતી. સ્કૂલ દ્વારા બાળકોની બેગ્સની ચકાસણી દરમિયાન આવી વસ્તુઓ નીકળી હતી આ પછી તેમના વાલીઓને બોલાવીને જાણ કરાઈ હતી.
ADVERTISEMENT
#WATCH | Nashik: Condoms, Knives Found In Backpacks Of Class 5 & 6 Students In School In Ghoti
— Free Press Journal (@fpjindia) April 8, 2025
Read story by Prashant Nikale: https://t.co/28s8VaA4dz #Maharashtra #NashikNews pic.twitter.com/xafvcIN8Lu
વિદ્યાર્થીઓની બેગ્સની કેમ તપાસ કરાઈ?
ADVERTISEMENT
મીડિયા સાથે વાત કરતા, શાળાના વાઇસ પ્રિન્સિપાલે જણાવ્યું કે નિરીક્ષણ અભિયાન દરમિયાન આ વસ્તુઓ મળી આવી હતી. "બાળકોના બેકપેકમાં મળેલી વાંધાજનક વસ્તુઓ એકસાથે મળી આવી ન હતી. છેલ્લા ઘણા દિવસોમાં વિવિધ વિદ્યાર્થીઓની બેગમાં અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. વિદ્યાર્થીઓમાં ગુનાહિત વૃત્તિઓ વિકસાવવાથી રોકવા માટે, અમે દરરોજ તેમના બેકપેક તપાસીએ છીએ.
કેમ લાવ્યાં હતા કોન્ડોમ?
ADVERTISEMENT
સ્કૂલે જ્યારે કડક પૂછપરછ શરુ કરી ત્યારે કેટલાક છોકરાઓ ભાંગી પડ્યાં હતા અને બેગમાં કોન્ડોમ લાવવા પાછળનું કારણ આપ્યું હતું. 10મા ધોરણના એક છોકરાએ એવું જણાવ્યું કે તેની એક છોકરી સાથે દોસ્તી છે અને તે બન્ને સંબંધ બાંધવા માગે છે અને તેથી તે બેગમાં કોન્ડોમ લઈને સ્કૂલે આવતો હતો. બીજા છોકરીઓની બેગમાં છરીઓ પણ મળી હતી જે સુરક્ષા માટે લાવવામાં આવી હોવાનું બીજા એક વિદ્યાર્થીઓએ કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો