બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:33 PM, 30 August 2025
તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં કુતરાઓને લઈને ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ દેશભરમાં જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે કુત્રોમાં શિસ્ત ઘણી હોય છે અને તેઓ વફાદાર પણ હોય છે. તેમને કશું પણ શીખવવામાં આવે તો તેઓ જલ્દી શીખી જાય છે. હાલમાં કુતરાઓનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને લોકો ખુશ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
The patience of these puppies is greater than that of many human beings. pic.twitter.com/glGnVljRSg
— Lawrence Kitema (@lawrencekitema) August 25, 2025
એક મહિલાએ પોતાના ઘરમાં ઘણા ગલુડિયાંઓ પાળ્યા છે અને તેમને એકસાથે જ ખાવાનું ખવડાવે છે. સૌથી સારી વાત એ છે કે આ મહિલાએ બધા જ ગલુડિયાંઓ શિસ્ત શીખવાડી છે. વીડિયોમાં દેખાય છે કે મહિલા એક વાસણમાં ગલુડિયાંઓ માટે ખાવાનું લઈને આવે છે અને જમીન પર મૂકી દે છે, પણ તેના આદેશ વિના એક પણ ગલુડિયું તે ખાવાનું અડતું નથી. જ્યારે આ મહિલા બધા જ ગલુડિયાંઓને અલગ-અલગ વાસણમાં ખાવાનું આપે છે, પછી તે કોઈ પ્રાર્થના કરે છે અને પછી જ ગલુડિયાંઓ ખાવાનું શરૂ કરે છે. આટલા બધા ગલુડિયાંઓમાં આટલી શિસ્ત ભાગ્યે જ જોવા મળે છે.
ADVERTISEMENT

ગલુડિયાંઓની શિસ્તનો આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે - 'આપણે માણસોમાં પણ આટલી ધીરજ નથી!' આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: લોકો એક ને નથી સંભાળી શકતા! આ ભાઈ ત્રણ છોકરીઓને પરણ્યો, વીડિયો વાયરલ
વીડિયો જોઇને ઘણા લોકોએ પોતાનું રિએક્શન પણ આપ્યું છે. એક યુઝરે લખ્યું કે, 'નાના માસૂમોમાં કેટલી ધીરજ છે અને એક બાજુ આપણે માણસો છીએ. જો કોઈ ખાવાપીવાની વસ્તુઓની ટ્રક પલટી જાય, તો અંદર રહેલા લોકોને બચાવવાને બદલે, લોકો સામાન લૂંટવા તૂટી પડે છે.' જ્યારે બીજા યુઝરે લખ્યું - 'આ નાના માસૂમોની શિસ્ત અદ્ભુત છે!'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.