ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / પાણીમાં તરતા નથી આવડતું, તો આ ભાઇએ અપનાવ્યો એવો જોરદાર જુગાડ કે Video થયો વાયરલ

વાયરલ / પાણીમાં તરતા નથી આવડતું, તો આ ભાઇએ અપનાવ્યો એવો જોરદાર જુગાડ કે Video થયો વાયરલ

Published By: Vidhata Gothi

Last Updated: 02:53 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Desi Jugaad Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક નવો જુગાડ જોવા મળ્યો. આ જોઈને તમે પણ ચોંકી જશો કે આવું પહેલા ક્યારેય જોયું નથી.

ADVERTISEMENT

Desi Jugaad Viral Video: જુગાડ, આ એક એવી વસ્તુ છે જે ભારતમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. જ્યારે પણ લોકોને કોઈ વસ્તુની જરૂર હોય છે, ત્યારે તેઓ કોઈને કોઈ જુગાડ કરે છે. ક્યારેક, આપણને એવા જુગાડ જોવા મળી જાય છે જેના વિશે કોઈએ પહેલાં વિચાર્યું પણ ન હોય અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાઈ જાય. તમે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર આવા ઘણા વાયરલ વીડિયો જોયા હશે જેમાં એકથી એક જોરદાર જુગાડ જોવા મળ્યા હશે. અત્યારે પણ સોશિયલ મીડિયા પર આવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વાયરલ વીડિયો

વાયરલ વીડિયોમાં શું જુગાડ દેખાયો?

સ્વિમિંગ પુલમાં આપણે જોયું હશે કે ઘણા લોકો ટ્યુબ લઈને પાણીમાં ઉતરે છે કેમ કે તેમને તરતા આવડતું નથી અને ડૂબી જવાનો ડર રહે છે. પરંતુ દેશી લોકો સ્વિમિંગ પુલમાં નહીં પણ નદીમાં કૂદી પડે છે અને તે પણ તેમના અનોખા જુગાડ સાથે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિએ ટ્રક કે ટ્રેક્ટરના ટાયરની ટ્યુબમાં હવા ભરી છે અને પછી તેની સાથે ખાટલો પણ બાંધ્યો છે. આ પછી, તે ખાટલો પકડીને પાણીમાં કૂદી પડે છે. હવે ટ્યુબને કારણે, તે ડૂબતો નથી અને પછી તે ખાટલા પર બેસીને પાણીની મજા લે છે.

Vtv App Promotion

આ પણ વાંચો: VIDEO: સીનસપાટા કરવા મોંઘા પડ્યા, 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર

આ વાયરલ વીડિયો @PalsSkit નામના એકાઉન્ટ પરથી X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે, 'અમેરિકા શું કહેતું હતું, શું છો તમે, આજે અમે કહીએ છીએ, તું શું છે? અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોયો છે અને કોમેન્ટ્સ પણ કરી છે. વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું - જુગાડમાં આગળ છીએ અમે. બીજા યુઝરે લખ્યું - જુગાડમાં કોઈ બરાબરી નથી. ત્રીજા યુઝરે લખ્યું - એકઠી એક જુગાડી છે. ચોથા યુઝરે લખ્યું - આ છે અસલી જુગાડ.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Jugaad Trending Video Desi Jugaad Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ