બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / viral photos of social media

સાવધાન / સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અપલોડ કરતા ધ્યાન રાખજો, 200થી વધારે છોકરીઓના ફોટા આ રીતે કર્યા વાયરલ

Published By: Pravin

Last Updated: 04:01 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં સાત મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, કોલ ગર્લ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસ્વીરો પોસ્ટ થઈ રહી છે. આ ફોટોની સાથે પ્રાઈસ ટૈગ પણ લગાવેલા છે.

  • સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરતા ચેતી જજો
  • કોલ ગર્લ ગણાવી ફોટા વાયરલ કર્યા
  • ફ્રેન્ડલીસ્ટ ચેક કરી લેજો, કોઈ આવું છે તો નહી ને 

મુંબઈમાં સાત મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, કોલ ગર્લ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસ્વીરો પોસ્ટ થઈ રહી છે. આ ફોટોની સાથે પ્રાઈસ ટૈગ પણ લગાવેલા છે. ફરિયાદ બાદ એંટોપ હિલ પોલીસે 22 વર્ષિય એક શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ધરપકડના એક દિવસ બાદ આરોપી જામીન પર છૂટ્ટો થઈ ગયો હતો. 

200થી વધારે મહિલાઓના ફોટો વાયરલ કરી દીધા

મહિલાઓએ દાવો કર્યો હતો કે, આ ઘટના પાછળ વડાલા નિવાસી 22 વર્ષિય તેમનો દોસ્ત શુભમ ગાડલિંગનો હાથ છે. પોલીસને શંકા છે કે, 200થી વધારે મહિલાઓ તેનો શિકાર બની છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગાડલિંગે તેના સંબંધિત સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી તેમની તસ્વીરો અને વીડિયો ચોર્યા હતા. ત્યાર બાદ આરોપીએ ઈંસ્ટાગ્રામ અને ટેલીગ્રામ પર બનાવવામાં આવેલા નકલી અકાઉન્ટ પર તેને કોલગર્લ ગણાવી અને તેમની તસ્વીરો પોસ્ટ કરી દીધી. આરોપીએ પોતાની મહિલા મિત્રોને તસ્વીરો પણ ફોલોઅર્સને પર્સનલમાં મોકલી દીધી હતી.  તેમને પૈસાના બદલામાં કોલગર્લ પુરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

ફરિયાદકર્તાની ઉંમર 12-25 વર્ષની છોકરીઓ

આ કેસમાં ફરિયાદ કર્તાની ઉંમર 12-25 વર્ષની વચ્ચે છે અને કોલેજ, સ્કૂલ, સોસાયટી, પરિવારના મિત્રો અથવા સંબંધીઓ તેમના દોસ્ત છે. આરોપી શુભમ ગાડલિંગ કોમર્સમાં સ્નાતક છે. તેના માતા-પિતા તેને આગળના અભ્યાસ માટે કેનેડા મોકલવા માગતા હતા. 

છોકરીઓના માતા-પિતાએ આરોપીને ધોઈ નાખ્યો


થોડા સમય પહેલા ફરિયાદકર્તાના માતા-પિતાએ ગાડલીંગને ત્યારે માર્યો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોને તસ્વીરો મોકલતા પકડી પાડ્યો હતો. એક સગીર યુવતીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા મારા મિત્રએ મને જણાવ્યું હતું કે, તેની તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર એક કોલ ગર્લ તરીકે ફરી રહી છે. હું ચોંકી ગઈ. જ્યારે મને મારા મિત્ર ગાડલીંગના કામ વિશે ખબર હતી કે, અગાઉ પણ તેને કેટલાય લોકોએ માર્યો છે. જ્યારે મેં તેની સાથે વાત કરી તો, પહેલા તો તેણે ના પાડી દીધી. પણ બાદમાં ગાડલીંગે કબૂલ્યું. મેં ત્તાત્કાલિક તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાદમાં મને ખબર પડી કે, મારા કેટલાય મિત્રો તેનો શિકાર બની ગયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Froud Instagram Social Media facebook ઈંસ્ટાગ્રામ વાયરલ સોશિયલ મીડિયા Social Media

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ