બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:25 PM, 24 September 2025
સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતી યુવતીનો વીડિયો. આ વીડિયો પર નજર કરીએ તો તેમાં એક યુવતી ટ્રેનના દરવાજા પાસે ઉભી છે અને કોઈ વ્યક્તિ ઉપરની સીટ પરથી મોબાઈલમાં દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યો છે..દાવો છેકે આ યુવતી પાસે ટિકિટ ન હતી.અને ટિકિટ ચેકર તેને ટ્રેનની બહાર કાઢવાનું કહી રહ્યો હતો. જોકે ત્યારે જ ટિકિટ ચેકર એકવાર આ યુવતીનો હાથ પણ પકડી લે છે. જેને લઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે દાવો છેકે ટિકિટ ન હોવાથી ટિકિટ ચેકરે યુવતી સાથે અડપલાં કર્યા. અને આ ગેરવર્તનની સજા ટિકિટ ચેકરને મળવી જોઈએ તેવી માગ થઈ રહી છે.
ADVERTISEMENT
વાયરલ બીજા મેસેજમાં યુવતી માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી. અને અંતિમ લાઈનમાં લખ્યું હતું કે આ યુવતીને ટ્રેનની બહાર કાઢી દેવાય છે અને પૈસા પણ લઈ લીધા.વ રાજેશ નામના યુવકે આ વીડિયોને શેર કરતા CM યોગી, પીએમ ઈન્ડિયા સહિત ઘણા લોકોને આ વીડિયો શેર કર્યો છે. તેમજ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છેકે આ વીડિયોમાં ટિકિટ ચેકરે આખરે કેમ યુવતીનો હાથ પકડ્યો?
ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતી યુવતી સાથે ટિકિટ ચેકરે કર્યા અડપલા? જાણો સચ્ચાઈ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2025
સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતી યુવતીનો વીડિયો... જેમાં દાવો કરાયો છેકે યુવતી પાસે ટિકિટ ન હતી તો ટિકિટ ચેકરે યુવતી સાથે અડપલાં કર્યા... આ વીડિયો વાયરલ થતા ઘણા… pic.twitter.com/YiMzwSQy94
ADVERTISEMENT
ટિકિટ ચેકરના અભદ્ર વર્તન પર રોષ ઠાલવનારા સૌ કોઈ આ હકીકત જાણવા ઈચ્છતા હતા કે આખરે શું કાર્યવાહી થઈ? ત્યારે અમારી ટીમે આ બાબતે તપાસ શરૂ કરી.

ADVERTISEMENT
વાયરલ વીડિયોની તપાસ અમારી ટીમે શરૂ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વીડિયો સૌથી પહેલા કોણે શેર કર્યો હતો. અમારી ટીમે અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોની તપાસ કરી. અને વાસ્તવમાં ટિકિટ ચેકરનો વીડિયો કોણે શેર કર્યો છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ રાજ ઠાકુર ઓફિશિયલ નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આજ વીડિયો શેર થયેલો જોવા મળ્યો, જેમાં લખ્યું હતું. ટિકિટ ન હોવાથી યુવતી સાથે આવું કર્યું. નીચે ફુલ વીડિયો ફેસબૂક પર હોવાનું લખ્યું હતું. અને આખરે લખ્યું હતું. આ વીડિયો સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ છે. બધું કન્ટેન્ટ ફક્ત મનોરંજના હેતુ માત્ર છે.
વધુ વાંચો: આજથી જ ચાલુ કરી દેજો! સવારે વહેલા દોડવાથી થાય છે 7 સ્વાસ્થ્ય ફાયદા
ADVERTISEMENT
આમ વાયરલ આ વીડિયોની તપાસમાં સ્પષ્ટ થયું
આ વીડિયોમાં યુવક અને યુવતી અને નાટક ભજવી રહ્યા હતા જેનો વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. નથી તેમાં કોઈ અસલી ટિકિટ ચેકર કે નથી તેમાં યુવતી ટિકિટ વિના. બધું સ્ક્રિપ્ટેડ છે. આમ વીટીવી ન્યૂઝની તપાસમાં વાયરલ આ વીડિયોનો દાવો ખોટો સાબિત થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.