બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / VIDEO: After the record-breaking victory in Gujarat, this leader of Saurashtra walked around with his wife and activists, the video went viral.
Last Updated: 08:12 PM, 10 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. ત્યારે વિજેતા ઉમેદવારો દ્વારા વિજય યાત્રા કાઢવાની શરૂ કરી છે. જે અંતર્ગત અમરેલી-ધારીના વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજયી થતા કાર્યકરો દ્વારા બેન્ડ વાજા સાથે વિજય રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના વિજયી ઉમેદવારના કાર્યકરો તેમજ ભાજપના કાર્યકરો જોડાયા હતા અને વિજય રેલીમાં ગરબા રમ્યા હતા.
ચલાલા ખાતે મારા નિવાસ્થાને વિજ્યોત્સવ ની ઉજવણી કરવામાં આવી..@BJP4Gujarat pic.twitter.com/6ML5TL5zD4
— J.v Kakadiya (@JvKakadiya3) December 10, 2022
ADVERTISEMENT
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ADVERTISEMENT
અમરેલી-ધારી બેઠકના ભાજપના વિજેતા ઉમેદવારે જે.વી.કાકડિયા દ્વારા વિજય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જે.વી.કાકડિયાના સમર્થકો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ત્યારે ચલાલા ગામે બેન્ડ વાજા સાથે વિજય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં જે.વી. કાકડિયા ગરબે રમતા જોવા મળ્યા હતા. જે.વી. કાકડિયા તેમજ તેમના ધર્મ પત્નિ સહિત ભાજપના કાર્યકર્તાઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.