બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Veteran Bollywood actor Arun Bali passed away at the age of 79 in Mumbai

BIG BREAKING / બોલીવુડના દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન, મુંબઇમાં લીધા અંતિમ શ્વાસ

Published By: Malay

Last Updated: 09:07 AM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. અરુણ બાલી ઘણા સમયથી બીમાર હતા.

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન
79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 
90ના દાયકામાં કારકિર્દીની કરી હતી શરૂઆત 

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેઓ ન્યૂરોમસ્ક્યુલર નામની બીમારી સામે લડી રહ્યા હતા. જેના કારણે તેમને બોલવામાં મુશ્કેલી થતી હતી.

 

 

ટીવી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક
અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણા સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની બગડતી તબિયતને કારણે તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. અરુણ બાલીએ પોતાની કારકિર્દીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને સુશાંત સિંહ રાજપૂત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 
 

લાહોરમાં થયો હતો જન્મ
અરુણ બાલીનો જન્મ 1942માં લાહોરમાં થયો હતો. તેમણે 90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અરુણ બાલીએ રાજુ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, ફૂલ ઔર અંગારે, આ ગલે લગ જા, પોલીસવાલા ગુંડા, સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, ઓમ જય જગદીશ, લગે રહો મુન્ના ભાઈ, બરફી, એરલિફ્ટ, રેડી, બાગી 2 અને કેદારનાક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હતી.

આ પ્રખ્યાત ટીવી સિરિયલોમાં ભજવ્યા અલગ-અલગ પાત્રો
અરુણ બાલીએ ટીવીમાં પોતાના અલગ-અલગ પાત્રોથી ઘણું નામ કમાવ્યું હતું. તેમણે 'નીમ કા પેડ', 'દસ્તુર', 'ચાણક્ય', 'દેખ ભાઈ દેખ', 'ધ ગ્રેટ મરાઠા', 'શક્તિમાન', 'સ્વાભિમાન', 'દેશ મેં નિકલા હોગા ચાંદ', 'કુમકુમ - એક પ્યારા સા બંધન', 'વો રહેને વાલી મહેલ કી' અને 'દેવોં કે દેવ મહાદેવ' જેવી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Arun Bali passed away veteran actor અરુણ બાલીનું નિધન દુઃખદ સમાચાર Arun Bali passed away

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ