ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Gujarati Cinema / ગુજરાતી સિનેમા / નેશનલ એવોર્ડની જાહેરાત વચ્ચે 'વશ' ફિલ્મને લઈને હિતેનકુમારનું મોટું નિવેદન, VTV Podcastમાં કરી દીધી મોટી વાત
Last Updated: 07:28 PM, 2 August 2025
ADVERTISEMENT
શુક્રવારે રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી...આ પુરસ્કારો માટે, 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 વચ્ચે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી. જેમાં ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે 'વશ' ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો..
ADVERTISEMENT

વશ ફિલ્મ વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. ફિલ્માં દર્શાવાયું હતું કે હિતેન કુમાર વશીકરણથી જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લે છે.. આ ફિલ્મે અંત સુધી લોકોને જકડી રાખ્યા હતા.
ADVERTISEMENT

વશ ફિલ્મમાં અભિનેતા હિતેન કુમારની ભૂમિકાના ખુબ વખાણ થયા હતા.. આ ફિલ્મમાં તેમનો રોલ સૌથી યાદગાર હતો..
ADVERTISEMENT

હિતેન કુમારે જ્યારે વીટીવી ડિઝિટિલ સાથે આ ફિલ્મને લઇને વાત કરી હતી ત્યારે તેમણે આ ફિલ્મને લઇને કહ્યું હતું કે 'વશ' એક એવી ફિલ્મ છે જેણે ગુજરાતી સિનેમાનો આખો સિનારિયો બદલી નાંખ્યો. તેમણે કહ્યું હતું કે પ્રિ વશ એન્ડ પોસ્ટ વશ એ આજે નહીં આવનારા 20 વર્ષ પછી લખાશે.
ADVERTISEMENT
આ ફિલ્મ પરથી બૉલીવુડમાં પણ ફિલ્મ બની. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક "વશ લેવલ 2" લઈને આવી રહ્યાં છે, જેનું ટ્રેલર પણ લોન્ચ થઇ ચૂક્યું છે..અને આ ટ્રેલરે ફિલ્મના બીજા પાર્ટની રિલિઝને લઇને પણ ખાસ્સી ઉત્સુકતા જગાવી છે.
ADVERTISEMENT
આ ફિલ્મે માત્રે એક નહીં પરંતુ બે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા. એક તો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો..અને બીજો એવોર્ડ જાનકી બોડીવાલાએ જીત્યો. જાનકી બોડીવાલાને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 'વશ' ફિલ્મ તેની ડરામણી વાર્તા, શાનદાર સિનેમેટોગ્રાફી અને તેના કલાકારોના પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. 'વશ' એ ગુજરાતી સિનેમામાં હોરરને એક નવું પરિમાણ આપ્યું છે તેમ કહેવું ખોટુ નહીં ગણાય.
આ પણ વાંચોઃ કેવી છે માનસી પારેખ-શ્રદ્ધા ડાંગરની લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ 'મહારાણી'? પૈસા ખર્ચાય કે નહીં? વાંચો રિવ્યુ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ