બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / કેવી છે માનસી પારેખ-શ્રદ્ધા ડાંગરની લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ 'મહારાણી'? પૈસા ખર્ચાય કે નહીં? વાંચો રિવ્યુ

Review / કેવી છે માનસી પારેખ-શ્રદ્ધા ડાંગરની લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ 'મહારાણી'? પૈસા ખર્ચાય કે નહીં? વાંચો રિવ્યુ

Last Updated: 03:48 PM, 2 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે મહારાણી ફિલ્મનું ટ્રેલર તો જોઈ જ લીધું હશે? હવે ફિલ્મ કેવી છે તે જો તમારે જાણવું હોય તો વાંચો રિવ્યું

તમે મહારાણી ફિલ્મનું ટ્રેલર તો જોઈ જ લીધું હશે? અને વિચારતાય હશો કે આજે શનિવારની સાંજ અને કાલે રવિવાર તો આટલી બધી ફિલ્મો રિલીઝ થઈ છે, એમાંથી કઈ ફિલ્મ જોવા જવાય? હવે ચારમાંથી કઈ ફિલ્મ જોવા જવી એ તો તમે નક્કી કરજો, પણ આ મહારાણી ફિલ્મ મેં તમારા માટે ખાસ જોઈ લીધી છે. કેવી છે ફિલ્મ એ મારે તમને કહેવું પડશે ને એના માટે જ જોઈ લીધી છે. હું તો મારી વાત કહી દઉં, તમારે જોવી કે નહીં એ તમે નક્કી કરજો.

તો સૌથી પહેલા તો આ ફિલ્મમાં તમને માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા જેવા સ્ટાર્સ જોવા મળશે, અને એક બે સરપ્રાઈઝિસ પણ છે, જેનું પેપર હું નથી ફોડતો. હા તો આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, વિરલ શાહે, અને ફિલ્મની વાર્તા લખી છે, આપણા ખૂબ જાણીતા રાઈટર રામ મોરી અને એક્ટર ટર્નડ રાઈટર હાર્દિક સાંગાણીએ.

Vtv App Promotion 2

તો હા, ફિલ્મ તો તમે ટ્રેલરમાં જોયું એક હાઉસ હેલ્પની વાર્તા પર જ આધારિત છે. આમ તો આ ફિલ્મ મૂળ મરાઠી ફિલ્મ નાચ ગા ઘૂમાની રિમેક છે, સત્તાવાર રીતે હોં. ટાઈટલમાં ક્રેડિટ અપાઈ છે. પણ એનું ગુજરાતીકરણ ખૂબ સારી રીતે થયું છે. એવા કપલ્સ જે નોકરી માટે ગામ છોડીને વતન છોડીને મોટા શહેરોમાં જાય છે, ત્યાં બંને કામ કરતા હોય અને હાઉસ હેલ્પ ન હોય, તો શું રમખાણ સર્જાય એ આ ફિલ્મની એકે એક ફ્રેમમાં દેખાય છે. વર્કિંગ વીમેન માટે હાઉસ હેલ્પ જાણે ઈશ્વરે આપેલું વરદાન છે. પણ જો આ હાઉસ હેલ્પ ન હોય તો શું થાય, એ તો તમે સમજો જ છો ને!

ફિલ્મ મજેદાર તો છે, ઘણા સીન્સમા ખડખડાટ હસાવે છે. ઓજસ રાવલનો કોમેડી ટાઈમિંગ લાજવાબ છે. પંચલાઈન્સ, વનલાઈનર્સ અને કેમિયો કરતા એક્ટર્સ પણ જોરદાર છે. જો કે એક બાબત જબરજસ્ત ખૂંચી. ફિલ્મનું બજેટ જાણે બ્રાન્ડિંગમાંથી જ વસુલ કરી લીધું છે. વારંવાર અમૂલ આવે, વરમોરા આવે, વિવેલનો સાબુ આવે એમ થાય કે ભઈ, બસ કરો હવે. કેટલી એડવર્ટાઈઝ કરશો? બીજી એકવાત ફિલ્મનો મુખ્ય મેસેજ વિમેન એમ્પારવમેન્ટ (સ્ત્રી સશક્તિકરણ)નો છે કે પછી હાઉસ હેલ્પની, બીજા વ્યક્તિની સમસ્યા સમજવાનો, એમાં ફિલ્મ ઝોલ ખાઈ જાય છે.

વધુ વાંચો : અંદરના અંધકાર પર વિજય મેળવવાની વાત એટલે 'વિશ્વગુરુ' , વાંચી લો આ ફિલ્મનો રિવ્યુ એક ક્લિકમાં

ક્યારેક લાગે કે વાહ મજા પડી ગઈ. આખું થિયેટર લાફ્ટરથી ઉભરાઈ જાય, અને કોઈક સીનમાં એમ થાય કે આની તો જરૂર જ નથી. કરવા શું માંગે છે. એક્ટિંગ તો બધાની ટોપક્લાસ જ છે, પ્રોડક્શન પણ મસ્ત છે, મુંબઈની ઉંચી ઉંચી બિલ્ડિંગ્સ સ્ક્રીન પર જોવી ગમે છે. તોય, ફિલ્મ ક્યાંક ક્યાંક એવું લાગે કે યાર બસ હવે રહેવા દો. ઓ હા, પેલું ટાઈટલ વખતે આવતું સોંગ તો સ્પેશિયલ રાજ ઠાકરે માટે જ બનાવ્યું હોય એવું લાગે છે.

જો કે, ઓવરઓલ ફિલ્મ જોવાલાયક તો છે, કોમેડી પણ છે. એકાદ વખત તો જોઈ નખાય. જોઈ તો લો તો કહેજો પાછા તમને કેવી લાગી?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharani Manasi Parekh Gujarati Film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ