બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / અંદરના અંધકાર પર વિજય મેળવવાની વાત એટલે 'વિશ્વગુરુ' , વાંચી લો આ ફિલ્મનો રિવ્યુ એક ક્લિકમાં
Last Updated: 09:44 AM, 1 August 2025
Vishwaguru Film Review: આજે ઓગસ્ટ મહિનાનો પહેલો શુક્રવાર છે અને એ સાથે જ ફિલ્મ રિલીઝ થઈ છે ' વિશ્વગુરુ' આવતીકાલ અને રવિવાર એમ આ વિકેન્ડમાં જો તમે આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ ફિલ્મનો રિવ્યુ ખાસ તમારા માટે.
ADVERTISEMENT
Sukrit Production અને Swastik Motion Picture Productions ના બેનર હેઠળ આ ફિલ્મ બની છે. આ ફિલ્મને શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે ડિરેક્ટ કરી છે. ફિલ્મ લખી છે કિરીટ પટેલ અને અતુલ સોનારે. તો ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ. ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે મેહુલ સુરતીએ. વાત કરીએ ફિલ્મના સ્ટારકાસ્ટની તો આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, ક્રિષ્ના ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચન્દ્રપાલ, રાજીવ મહેતા, ભાવિની જાની, ધર્મેશ વ્યાસ, હિના જયકીશન, અરવિંદ વૈધ, કુરુષ દેબુ, સોનાલી લેલે દેસાઇ, ચેતન દૈયા, નિસર્ગ ત્રિવેદી, પ્રશાંત બારોટ, મકરંદ અન્નપૂર્ણા, પ્રશાંત બારોટ અને ભીષ્મ પિતામહ અને શક્તિમાનના કેરેક્ટરમાં આપણે જેમને ખૂબ પસંદ કર્યા છે તેવા ઉમદા કલાકાર મુકેશ ખન્ના એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. તો હવે ચાલો જાણીએ કે આ ફિલ્મની સ્ટોરી શું છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મની મુખ્ય વાત જેમ ફિલ્મનું નામ સૂચવે છે તેમ ભારત દેશના 'વિશ્વગુરુ' બનવા પર છે. ભારત દેશની મહાનતા કે તેની ઓળખાણ તેના 4 મુખ્ય આધાર સ્તંભો જેવા કે - ધર્મ, શિક્ષણ, કુટુંબ વ્યવસ્થા અને યુવાધન છે. જો ભારત ઉપર કોઈ બાહ્ય રીતે હુમલો કરે તો દેશનું સૈન્ય તેની સામે લડવા સક્ષમ છે. પણ આ ભારતના 4 આંતરિક આધાર સ્તંભને જો કોઈ વિદેશી કે પાશ્ચાત્ય સંસ્કૃતિ છિન્નભિન્ન કરી દે તો દેશને બચવવો અઘરો બની જાય. બસ આ ફિલ્મમાં એ જ બતાવાયું છે કે જ્યારે ભારત દેશના આ 4 આંતરિક આધાર સ્તંભોને કોઈ તોડવા કે હચમચાવી નાખવા માંગે તો તેની સામે લડવું કેવી રીતે? અને તેનો જવાબ તમને આ ફિલ્મ જોશો એટલે ચોક્કસ મળી જશે.
ફિલ્મની શરૂઆત થાય છે કે IB ચીફ કશ્યપ ભારદ્વાજ એટલે કે મુકેશ ખન્નાથી. ફિલ્મની શરૂઆતની થોડી મિનિટો સુધી એમ લાગે છે આ બધુ થઈ શું રહ્યું છે? ફિલ્મમાં ચાલી શું રહ્યું છે? એ ના સમજાય પણ ત્યાં સુધીમાં પોપકોર્ન અને પેપ્સી આવી જાય એટલે વાંધો નહીં. એટલે જેવા અમે પોપકોર્ન અને પેપ્સી આરોગવાનું ચાલુ કર્યું કે થોડી મિનિટોમાં જ જે શરૂઆતમાં થોડીક સ્લો કે કન્ફ્યુઝન વાળી લાગી રહી તે ફિલ્મે તેની pace પકડવાનું શરૂ કર્યું. અને ફિલ્મની વાત આગળ વધી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મની વાત મુખ્ય બે પાત્રોની આસપાસ ફરે છે એક છે રોકી દલાલ એટલે કે ગૌરવ પાસવાલા અને રુદ્ર એટલે કે ક્રિષ્ના ભારદ્વાજ. રોકી દલાલ એ ખૂબ મોટા બિઝનેસમેન વિક્રમ દલાલ (ધર્મેશ વ્યાસ)નો દીકરો છે અને પોતાના ideas વાપરીને તે પોતાના બિઝનેસ empireને આગળ લઈ જવા માંગે છે. અને આ બિઝનેસને આગળ વધારવા માટે તે કશું પણ કરવા તૈયાર છે. તો બીજી તરફ છે એક સામાન્ય લાઈફ જીવતો રુદ્ર કે જે તેના પરિવાર - રાજીવ મહેતા અને ભાવિની જાની સાથે એક સિમ્પલ લાઈફ જીવે છે. ત્યારપછી બંનેના જીવનમાં એક એવો મોટો ટ્વીસ્ટ આવે છે કે બંનેના જીવન એકદમ upside down થઈ જાય છે. બંનેના જીવન જડમૂળથી બદલાઈ જાય છે. હવે આ changes એમની લાઈફમાં કેમ આવે છે? બંનેની લાઈફમાં આવેલા આ પરિવર્તનની પાછળના રહસ્યો, કારણ એ ફિલ્મને આગળ લઈ જાય છે. આનાથી વધારે જાણવા માટે તમારે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી પડશે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા સરળ છે, સહજ છે. પણ એક જ ફિલ્મમાં એટલી બધી વાત કહી દેવી છે એટલે ફિલ્મમાં ક્યાંક depth છૂટી જતી હોય એવું લાગે. ફિલ્મની ધીમી શરૂઆત પછી ફિલ્મ pace પકડે છે. અને ઇન્ટરવલ પોઈન્ટ સુધીમાં ફિલ્મ ખૂબ સરસ રીતે જકડી રાખે છે. ફિલ્મનો interval એક ખૂબ interesting પોઈન્ટ પર આવે છે. ફિલ્મના interval પર રોકી અને રુદ્રનો આમનો સામનો થાય છે તે સીન,તે પોઈન્ટ ડિરેક્ટરની માસ્ટર સૂઝબૂઝને બખૂબી દર્શાવે છે. એ તો હવે તમે ફિલ્મ જોશો એટલે જ ખ્યાલ આવશે કે અમે અંહિયા કહેવા શું માંગીએ છીએ. તો ફર્સ્ટ હાફ સુધી ફિલ્મ ખૂબ સરસ ચાલે છે પણ સેકન્ડ હાફમાં ફિલ્મ એટલી પકડ બનાવી શકતી નથી. મેં આગળ કહ્યું એમ કે એક જ ફિલ્મમાં એટલા બધા વિષયો અને મુદ્દાઓને આવરી લીધા છે કે તે બધાને ન્યાય આપવામાં ફિલ્મ સેકન્ડ હાફમાં થોડી ઢીલી પડે છે.
ફિલ્મનું શૂટિંગ સુરત, નાસિક અને દુબઈમાં થયું છે. ફિલ્મના લોકેશન્સ અદભૂત છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ખૂબ સરસ. ફિલ્મમાં રોકીની એન્ટ્રીનો સીન હોય કે પછી દુબઈ અને નાસિકના, દરેક સીન મોટા પરદે ખૂબ સરસ લાગે છે. ફિલ્મના બધા જ એક્ટર્સેની એક્ટિંગ કાબિલે દાદ છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરની વાત કરીએ તો તેમાં પણ શરૂઆતના સીનથી ધીમે ધીમે તે ફિલ્મના moodમાં વણાઈ જાય છે. ફિલ્મમાં એક જ ગીત છે અને અને તે બેકગ્રાઉન્ડમાં સરસ રીતે વણી લેવાયું છે.
આ પણ વાંચો: અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓ પર નિમરત કૌરે મૌન તોડ્યું, કહી આ મોટી વાત

અને અંતે..,
Overall જો આ વિકેન્ડમાં શું કરવું એ તમે વિચારી રહ્યા હોવ તો તમે આ ફિલ્મ નજીક કે દૂરના થિયેટરમાં જઈને જોઈ શકો છો. ફેમિલી કે ફ્રેન્ડ જેની સાથે જોવા માંગો જઈને જોઈ લો. શક્તિમાનને ફરી એકવાર મોટા પરદે જોવાની મજા જ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.