ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / વાદળ કેવી રીતે ફાટે છે? ના જાણતા હોવ તો જાણી લેજો, સાથે ઉપાય પણ

જાણવા જેવું / વાદળ કેવી રીતે ફાટે છે? ના જાણતા હોવ તો જાણી લેજો, સાથે ઉપાય પણ

Last Updated: 12:52 PM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે દર ચોમાસે એવા સમાચાર સાંભળીએ છીએ કે, કોઈ જગ્યાએ વાદળ ફાટવાથી ભારે તબાહી મચી હોય. પણ તમે જાણો છો કે, વાદળ ફાટવાની ઘટના કેમ બને છે તેની પાછળનું સાયન્સ શું હોય છે?

ADVERTISEMENT

અમુક કુદરતી આફતોને કારણે મોટા પાયે જાન માલનું નુકશાન થતું હોય છે. ખાસ કરીને જ્યારે ભારે વરસાદ પડે અથવા પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે તે ખૂબ ભયાવહ બની જાય છે, ખાસ કરીને પર્વતોવાળા વિસ્તારમાં. જેમ કે, હિમાચલ પ્રદેશના કુલ્લુમાં અચાનક વાદળ ફાટવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. આ ઘટના કુલ્લુની સૈંજ ઘાટીમાં બની હતી. વાદળ ફાટવાના કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આવું  પહેલી વાર નથી બન્યું જ્યારે પહાડી વિસ્તારોમાંથી આવા સમાચાર આવ્યા હોય. અગાઉ પણ વરસાદની ઋતુમાં આવા સમાચાર આવતા રહ્યા છે જેમાં વાદળ ફાટવા અને પૂર જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાદળ કેમ ફાટે છે? અહીંયા અમે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું. આ સિવાય તે પણ જણાવીશું કે, આ સમય દરમિયાન તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો.

  • કેવી રીતે ફાટે છે વાદળ?

જ્યારે ગરમ હવા જમીન પરથી વાદળો તરફ ઉઠે છે અને વરસાદના ટીપાંને ઉપર તરફ લઈ જાય છે, ત્યારે યોગ્ય રીતે વરસાદ પડી શકતો નથી, જેના કારણે વાદળોમાં ખૂબ ભેજ થઈ જાય છે. જ્યારે ઉપર તરફજતી હવા કમજોર પડી જાય છે ત્યારે આ સ્થિતિમાં વાદળમાં જે કંઈ પાણી એકઠું થયું હોય છે તે ખૂબ જ ઝડપથી નીચે પડે છે જેને વાદળ ફાટ્યું કહેવાય છે. વાદળ ફાટવાથી જાનમાલનું ખૂબ નુકસાન થાય છે. તેથી આ ઘટનાને ક્યારેય હળવાશથી ન લેવી અને આ સ્થિતિમાં પોતાનું રક્ષણ કરવું જોઈએ.

app promo6
  • વાદળો ફાટે ત્યારે કેવી રીતે કરવો બચાવ?

જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં વાદળ ફાટ્યું છે અથવા આવી કોઈ ઘટના બનવાની શક્યતા છે અથવા વહીવટીતંત્રે પહેલાથી જ ચેતવણી જારી કરી દીધી છે. આ સ્થિતિમાં સૌ પ્રથમ તે જગ્યા છોડીને સલામત સ્થળે પહોંચી જાઓ. આ કાર્યમાં વિલંબ કરવાનું ટાળો અને શક્ય તેટલી ઝડપથી સલામત સ્થળે પહોંચો.

વધુ વાંચો : 14300 વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યું હતું આ ભયંકર તોફાન, ફરીથી એ જ ખતરો મંડરાયો!

  • આ બાબતોનું પણ રાખો ધ્યાન

વાદળ ફાટવાની સ્થિતિમાં નદીઓ, નાળાઓ અને ખુલ્લી જગ્યાઓમાં જવાનું ટાળો અને બીજાને પણ ત્યાં જવા ન દો. હવામાન વિભાગ, સ્થાનિક અધિકારીઓ અને વહીવટીતંત્રની સલાહ અને ચેતવણીઓને ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરે જ રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thunderstorm Monsoon Cloud Burst
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ