બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / એલર્ટ: ભૂલથી પણ ગૂગલ પર આ લાઇન સર્ચ ન કરતા, નહીંતર બધું જ હેક થઇ જશે!

ટેક્નોલોજી / એલર્ટ: ભૂલથી પણ ગૂગલ પર આ લાઇન સર્ચ ન કરતા, નહીંતર બધું જ હેક થઇ જશે!

Last Updated: 01:46 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sophos Warning : સાયબર સિક્યોરિટી કંપની સોફોસે હાલમાં જ જણાવ્યું કે, જ્યારે યુઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની બેંકની અને અંગત માહિતી 'Gootloader' નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઇન શેર થઈ જાય છે. હવે આ એક ચિંતાનો વિષય યુઝર્સ માટે બની રહ્યો છે. જાણો શું છે આ આખી ઘટના?

Sophos Warning : સાયબર અપરાધીઓ ઇન્ટરનેટ યુઝર્સને ઠગવા માટે કોઈ કસર નથી છોડતા. એવામાં હવે હેકર્સનો નિશાનો સીધો ઇન્ટરનેટ યુઝર્સ પર ગયો છે. ઇન્ટરનેટ યુઝર્સ કોઈ પણ શબ્દ સર્ચ કરે અને લિંક પર ક્લિક ત્યારે તેમની અંગત માહિતી ઓનલાઇન શેર થઈ જાય છે. એટલું જ નહીં, પણ આ હેકિંગ સિસ્ટમથી યુઝર્સનું કોમ્પ્યુટર કંટ્રોલ પણ છીનવાઇ જાય છે.

શું છે ઘટના?

મીડિયા રીપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે, સાઇબર સિક્યોરિટી કંપની 'Sophos' દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, લોકો ગૂગલ પર 'Are Bengal Cats legal in Australia?' સર્ચ કરી રહ્યા છે. આ શબ્દ કરવાથી સર્ચ કરવાથી જે લિંક મળે છે તેના પર ક્લિક કરવાથી યુઝર્સનો તમામ અંગત ડેટા ઓનલાઇન પોસ્ટ થઈ જાય છે. કંપનીનું માનવું છે કે, જે યુઝર્સ 6 શબ્દોને સર્ચ કરે છે તેઓ વધુ મુશ્કેલીમાં જઈ શકે છે.

સોફોસે જણાવ્યું હતું કે, 'યુઝર્સને કાયદેસર માર્કેટિંગ તરીકે રજૂ કરવામાં આવેલી લિંક્સ અને દૂષિત એડવેર પર ક્લિક કરવા માટે લલચાવવામાં આવે છે. આ ઘટના કાયદેસર Google સર્ચ દ્વારા કરવામાં આવી છે. મળતી ચેતવણી અનુસાર એવું લાગે છે કે, હેકર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે કે જેઓ સર્ચમાં ઓસ્ટ્રેલિયા શબ્દનો ઉપયોગ વધુ કરે છે. 'Sophos'નું માનવું છે કે, 'યુઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની બેંકની અને અંગત માહિતી 'Gootloader' નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઇન શેર થઈ જાય છે'.

વધુ વાંચો : આ 5 કારણના લીધે ઝડપથી ઉતરી જાય છે તમારી કારની બેટરી, જો-જો આવી ભૂલો કરતા!

SEO પોઈઝનિંગથી કરે છે ટાર્ગેટ

'SEO પોઈઝનિંગ' આ એક એવી ટેકનીક છે કે, જેની મદદથી હેકર્સ સર્ચ એન્જિનના પરિણામોમાં છેડછાડ કરી શકે છે અને તેઓને જે વેબસાઈટ ચલાવવી હોય તેણે ટોચ પર પહોંચાડી શકે છે. સોફોસે કહ્યું કે, જે યુઝર્સ આ ઘટનાનો ભાગ બન્યા છે તેઓ તુરંત તેમના પાસવર્ડ બદલી નાખે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Search Engines Sophos Warning cyber Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ