બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતીય પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય H1B વિઝા પ્રોગ્રામમાં અમેરિકા ફેરફાર કરવા જઈ રહ્યું છે. અમેરિકાની બાયડેન ગર્વમેન્ટે આ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ લાયકાતને તર્કસંગત બનાવીને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો, એફ-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બિન-લાભકારી સંસ્થાઓ માટે કામ કરતા લોકોને વધુ લાભો અને સુગમતા (benefits and flexibility) પ્રદાન કરવાનો છે.

ADVERTISEMENT
વિઝાની સંખ્યામાં નહીં થાય કોઈ ફેરફાર
આ નવા ફેરફારો આગામી 23મી ઓક્ટોબરના રોજ 'યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ' (USCIS) દ્વારા 'ફેડરલ રજિસ્ટર'માં પ્રકાશિત કરવામાં આવશે. સંસદ દ્વારા નિર્ધારિત 60,000 વિઝાની સંખ્યામાં ફેરફાર કર્યા વિના આ નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે અહીં 60 હજાર વિઝાની વાર્ષિક મર્યાદા તો રાખવાની જ છે પરંતુ આની સાથે જે એમ્પ્લોયર છે તેમને વધારે ફાયદો થાય અને ટેલેન્ટ જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને ફેરફાર કરાઈ શકે છે. આનાથી ભારતીયોને પણ ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. વિઝા માટે જે વ્યક્તિ એલિજિબલ હશે તેને ફાયદો થશે.
નવા પ્રસ્તાવમાં શું છે ખાસ?
વર્તમાન પ્રક્રિયામાં કોઈ વ્યક્તી તરફથી જેટલી વધુ અરજી કરવામાં આવે છે, એટલી જ તેની પસંદગી થવાની શક્યતાઓ વધી જાય છે. નવા પ્રસ્તાવમાં આવું નહીં થાય. અરજી સબમિટ કરનાર વ્યક્તને માત્ર એક જ વાર પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે, પછી ભલે તેમણે ગમે એટલીવાર અરજી કરી હોય. આનાથી નોંધણી પ્રક્રિયાનો દુરુપયોગ અટકશે.
ADVERTISEMENT

વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
આ ફેરફારમાં F1 વિઝા ધારક સ્ટુડન્ટ્સ સરળતાથી H1B વિઝામાં અપગ્રેડ થઈ શકશે. એટલે કે F1 વિઝા ધારકો સરળતાથી H1B સ્વિચ કરી શકશે. જેનો ફાયદો અમેરિકામાં ભણતા ફોરેન સ્ટુડન્ટ્સને થશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-1બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે.
ADVERTISEMENT
ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે પ્રસ્તાવ
આ પ્રસ્તાવ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા મૂકવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફારોથી દુરુપયોગ અને છેતરપિંડીના કેસોમાં પણ ઘટાડો થશે. જોકે હજુ સુધી આને લાગૂ કરતા પહેલા ધ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અત્યારે પબ્લિક ઈનપુટ અને ફિડબેક પણ મેળવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.