બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / two yards distance insufficient chief scientific advisor

મહામારી / કોરોનાથી બચવા 2 ગજનું નહીં આટલું અંતર રાખવું જરૂરી, દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું નિવેદન

Kavan

Last Updated: 09:13 PM, 24 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સામેની જંગમાં માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને બે ગજનું અંતર રાખવાનું વારંવાર કહેવામાં આવી રહ્યું છે ત્યારે હવે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવને મહત્વનું નિવેદન આપ્યું છે.

  •  મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવનનું મોટું નિવેદન
  • 2 ગજનું નહીં 11 ગજનું અંતર જરૂરી 
  • કોવિડ પ્રોટોકોલમાં કરાયો ફેરાફાર

દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય અનુસાર, કોવિડ-19થી સુરક્ષાના પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવો સાર્સ-કોવ-2 વાયરસ 10 મીટર દૂર સુધી હવામાં રહી શકે છે. જે આશરે 33 ફુટ હોય છે. 

પહેલા 2 ગજનું અંતર જરૂરી હતું હવે 11 ગજનું અંતર જરૂરી છે 

નવા ધોરણો અનુસાર, પહલા બે ગજનું અંતર કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે પૂરતું હતું, પરંતુ હવે 10 મીટર એટલે કે 33 ફુટ અથવા લગભગ 11 ગજનું અંતર જરૂરી છે. વાયરસ સંક્રમિત વ્યક્તિ દ્વારા છીંક અથવા ઉધરસ દ્વારા અને તેને હવામાં ફેલાવી શકે છે, તેથી તેને રોકવા માટે આટલું અંતર જરૂરી છે. હા, જો ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા તેની બાજુમાં ઊભેલી વ્યક્તિએ માસ્ક મૂક્યો હોય, તો ચેપ ફેલાવાનું જોખમ ઓછું થઈ શકે છે.

સ્ટોપ ધ ટ્રાન્સમિશન, ક્રેશ ધ પેડનેમિક 

આ શિર્ષકની નવી ગાઈડલાઈનમાં દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવને કહ્યું કે, ખુલ્લા વિસ્તારોમાં સંક્રમણ થવાનો ખતરો ઓછો છે, કારણ કે, વાયરસ ઝડપથી વિખેરાઇ જાય છે. તેમણે કહ્યું કે, જ્યારે કોઇ સંક્રમિત વ્યક્તિ છીંક અથવા ઉધરસ ખાય છે તો તેના નાક અથવા મોઢામાંથી ડ્રોપલેટ્સ બહાર આવે છે અને તે બીજાને સંક્રમિત કરે છે. ત્યારબાદ તે જગ્યાએ કોઇ વ્યક્તિ પહોંચે તો તેના શરીરમાં વાયરસ પ્રવેશી જાય છે. 

દેશમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 22 દિવસથી ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. 3 મે ના રોજ દેશમાં 17.13 ટકા કોરોનાના સક્રિય કેસો હતા, જે હવે ઘટીને 10.7 ટકા થઈ ગયા છે. 

કોરોના કેસમાં છેલ્લા 17 દિવસમાં નોંધી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે

કોરોના કેસમાં છેલ્લા 17 દિવસમાં નોંધી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે. આ એક સારા સમાચાર કહી શકાય કે 40 દિવસ પછી સૌથી ઓછા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર દેશભરમાં 7 મે ના રોજ ચાર લાખ 14 હજાર કેસો સામે આવ્યા હતા, 12 મે ના રોજ લગભગ 3 લાખ 48 હજાર જેટલા કેસો સામે આવી હતા. આવી જ રીતે 17 મે ના રોજ બે લાખ 81 હજાર સુધી આ આંકડો પહોંચ્યો અને હવે છેલ્લા 24 કલાકમાં બે લાખ 22 હજાર કેસો સામે આવ્યા. 

સંયુક્ત સ્વાસ્થ્ય વિભાગના સચિવ લવ અગ્રવાલ દ્વારા જાણકારી આપવામાં આવી

સંયુક્ત સ્વાસ્થ્ય વિભાગના સચિવ લવ અગ્રવાલના જણાવ્યા મુજબ 28 એપ્રિલથી 4 મે વચ્ચે 531 જિલ્લામાં દરરોજ 100 થી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે એવા જિલ્લાઓની સંખ્યા 431 થઈ ગઈ છે. 10 મે એ કુલ 37 લાખ 45 હજાર એક્ટિવ કેસો હતા, એ હવે ઘટીને 27.2 લાખ થઈ ગયા છે. બે અઠવાડિયામાં આ કેસોની સંખ્યામાં લગભગ 10 લાખનો ઘટાડો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા 22 દિવસમાં દેશમાં સંક્રમણના આંકડાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 3 મે ના રોજ દેશમાં 17.13 ટકા કોરોનાના સક્રિય કેસો હતા, જે હવે ઘટીને 10.7 ટકા થઈ ગયા છે. 

કોરોના તપાસવાની પ્રક્રિયામાં પણ 2.6 ટકાનો વધરો કરવામાં આવ્યો

બીજી બાજુ છેલ્લા 15 અઠવાડિયામાં કોરોના તપાસવાની પ્રક્રિયામાં પણ 2.6 ટકાનો વધરો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે અઠવાડિયામાં ફેલાઈ રહેલા સંક્રમણમાં પણ હવે જલ્દીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મહામારીમાં, બાળકો અને યુવાનો પર થઈ રહેલ અસર વિશે AIIMSના ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે "બાળકોને આ મહામારીમાં માનસિક તણાવ, સ્માર્ટફોનની આદત અને શૈક્ષણિક સમસ્યાઓથી ઘણું નુકશાન થઈ રહ્યું છે. હજી સુધી એવા કોઈ સંકેત નથી મળી રહ્યા કે જેમાં ત્રીજી લહેર વખતે બાળકો પર ખતરો વધી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ