બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Two MLA's cards will be cut - Ambarish Dar will repeat: Saurashtra Congress candidates almost decided

રાજનીતિ / બે MLAના કપાશે પત્તાં- અંબરીશ ડેર થશે રિપીટ: સૌરાષ્ટ્રના કોંગ્રેસ ઉમેદવારો લગભગ નક્કી, જુઓ આખું લિસ્ટ

Priyakant

Last Updated: 03:12 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરી શકે, જેમાં અંબરીશ ડેર સહિતના ધારાસભ્યો રિપીટ થશે તો કોંગ્રેસના સીટિંગ બે MLAમાં નો-રિપીટની શક્યતા

  • સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ લગભગ નક્કી
  • કોંગ્રેસના સીટિંગ MLA બીજા લિસ્ટમાં આવશે
  • સીટિંગ કોંગ્રેસના બે MLAમાં નો-રિપીટની શક્યતા 
  • રાજકોટમાં 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની અટકળો તેજ
  • કોંગ્રેસમાં ઘરવાપસી પછી ઇંદ્રનીલ રાજ્યગુરુ માટે પૂર્વ અને પશ્ચિમ બેઠક ખુલ્લી

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ હવે દરેક પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેવામાં હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ લગભગ નક્કી હોવાનું સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસ મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરી શકે છે. જેમાં અંબરીશ ડેર સહિતના ધારાસભ્યો રિપીટ થશે તો કોંગ્રેસના સીટિંગ બે MLAમાં નો-રિપીટની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે કોંગ્રેસમાં ઘરવાપસી પછી ઇંદ્રનીલ રાજ્યગુરુ માટે રાજકોટની પૂર્વ અને પશ્ચિમ બેઠક ખુલ્લી હોવાનું પણ સામે આવ્યું છે. 

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરે તેવી સંભાવના છે.  કોંગ્રેસના સીટિંગ MLA બીજા લિસ્ટમાં આવશે તેવી શક્યતા વચ્ચે હવે બે ધારાસભ્યોના પત્તા કપાઈ શકે છે. વિગતો મુજબ લલિત વસોયા, લલિત કગથરા, વિમલ ચુડાસમા, પુંજાભાઈ વંશ, અંબરીશ ડેર, ઋત્વિક મકવાણા, ભગવાન બારડ, ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાઝા, મહમદ જાવેદ પીરઝાદા, અંબરીશ ડેર, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત રિપીટ થઇ શકે છે. આ સાથે  કોંગ્રેસના બે સીટિંગ MLAમાં નો-રિપીટની શક્યતા છે. 

રાજકોટમાં 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની અટકળો તેજ

મહત્વનું છે કે, રાજકોટમાં 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની અટકળો તેજ બની છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયાનું નામ ચર્ચામાં છે. તો વળી રાજકોટ પૂર્વ બેઠકમાં અશોક ડાંગરનું નામ ચર્ચામાં છે. જોકે અહી મહત્વનું છે છે કે, કોંગ્રેસમાં ઘરવાપસી પછી ઇંદ્રનીલ રાજ્યગુરુ માટે પૂર્વ અને પશ્ચિમ બેઠક ખુલ્લી છે. 

બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ