બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / twin cops who were on covid 19 duty throughout pandemic succumb to infection 10 days apart

ટ્રેજેડી / પોલીસકર્મી 2 જુડવા ભાઈઓ સાથે ફરજ દરમિયાન થયું એવું કે 10 દિવસની અંદર બંન્નેના થયા મોત

Published By: Dharmishtha

Last Updated: 01:40 PM, 31 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરમાં ભલે થોડી ઢીલ જોવા મળી હોય, પણ અહીં પોલીસકર્મીઓને જીવથી હાથ ધોવા પડ્યા છે.ગત દિવસોમાં 2 કોન્સ્ટેબલોના મોત નિપજ્યા છે. દુખની વાત એ છે કે આ બન્ને જુડવા ભાઈઓ છે. બન્ને ભાઈઓના મોત 10 દિવસોની અંદર થતા પોલીસ ખાતા તથા પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ રાજ્યમાં 100 પોલીસકર્મીઓના મોત નિપજ્ય છે.

  • બન્ને ભાઈઓના મોત 10 દિવસોની અંદર થયું
  • બન્ને 29 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા
  • ફરજ દરમિયાન બન્નેને ચેપ લાગ્યો હતો

એક ન્યૂઝ પેપરના જણાવ્યાનુંસાર આ બન્નેભાઈ મહારાષ્ટ્ર પોલીસમાં 1991થી જોડાયા હતા. 20 જુલાઈના 56 વર્ષના દિલીપ ઘોડકેનું મોત નિપજ્યુ હતું. જ્યારે ગુરુવારે બીજા ભાઈ જયસિંહ ઘોડકેનું નિધન થયું હતું. ઝોન 4માં પોલીસ અધિકારી  પ્રમોલ શેવાલે કહ્યું કે બન્ને ભાઈની કોરોનાની સારવાર ચાલી રહી હતી. બન્ને ભાઈ આ મહામારીની વચ્ચે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો.

દિલીપના મોત બાદ 2 દિવસમાં જયસિંહનો રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમને 2 દિવસથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પોલીસ અધિકારી એસએન ધૂમલે કહ્યું કે અમે તેમની સારવાર માટે 2 પોલીસક્મીની નિયુક્તિ કરી હતી. એ બાદ 28 જુલાઈના જયસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ બાદ તેમને કોરોના કેર સેન્ટરમાં રિફર કરાયા હતા. જ્યાં 29 જુલાઈના રોજ તેમનું પણ નિધન થયું હતુ. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8722 પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં 6670 લોક સાજા થઈ ગયા છે. જ્યારે 150 અધિકારીઓ સહિત 1213 પોલીસ કર્મીની હજુ સારવાર ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pandemic Twin covid 19 કોરોના વાયરસ પોલીસ મહારાષ્ટ્ર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ