બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દેશની સૌથી અમીર મહિલા સિંગર, શ્રેયા-સુનિધિ-નેહા પણ આવક આગળ પાંગળા, દેખાવમાં હુસ્નપરી
Last Updated: 06:51 PM, 5 December 2024
શું તમે જાણો છો કે દેશની સૌથી અમીર ફીમેલ સિંગર કોણ છે? જો તમે વિચારતા હો કે તે સુનિધિ ચૌહાણ અથવા શ્રેયા ઘોષાલ છે, તો તમે ખોટા છો. ચાલો દેશની સૌથી અમીર ફિમેલ સિંગર વિશે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
ટી-સિરીઝ સાથે કનેક્શન
આ સિંગરનું કનેક્શન ટી-સિરીઝ પરિવાર સાથે છે. હા, ટી-સિરીઝ, જેનો વ્યવસાય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તે ગીતો બનાવે છે અને ફિલ્મો પ્રોડ્યુસ પણ કરે છે. તે દેશનું સૌથી મોટું મ્યુઝિક રેકોર્ડ લેબલ છે, જે પ્રાદેશિક ભાષાઓમાં પણ ખૂબ કામ કરે છે અને પ્રખ્યાત છે. આ જ ઘરની લાડકી દીકરી દેશની સૌથી અમીર ફીમેલ સિંગર છે.
ADVERTISEMENT
નેટવર્થ 25 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹210 કરોડ
આ ફિમેલ સિંગર બીજુ કોઇ નહીં પરંતુ તુલસી કુમાર છે. Indiatimesના અનુસંધાનમાં, તુલસી કુમારની નેટવર્થ 25 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹210 કરોડ છે. આ આંકડો બોલીવૂડના ઘણા સુપરસ્ટાર્સને પણ પાછળ છોડી દે છે.
ADVERTISEMENT
તુલસી કુમારની નેટવર્થ તેમના કામકાજ સાથે તેમના પરિવારના બિઝનેસ સ્ટેકને કારણે પણ છે. તુલસી કુમારે 'ટી-સિરીઝ કિડ્સ હટ' નામે યુટ્યૂબ ચેનલ શરૂ કરી છે, જે ખાસ કરીને બાળકો માટે કન્ટેન્ટ બનાવે છે. જેમાં કવિતાઓ અને વાર્તાઓનો સમાવેશ થાય છે.
ઘણી હિટ ફિલ્મો માટે ગીતો ગાયાં
ADVERTISEMENT
તુલસીના કારકિર્દીની વાત કરીએ તો, હિન્દી સિનેમામાં તેઓને બે દાયકાથી વધુ સમય થયો છે અને તે ખૂબ ફેમસ છે. તેમણે ઘણી હિટ ફિલ્મો માટે ગીતો ગાયાં છે જેમ કે ભૂલ ભુલૈયા, રેડી, દબંગ, કબીર સિંહ, સત્યપ્રેમ કી કથા વગેરે. તુલસી કુમારે હિમેશ રેશમિયા સાથે પણ ઘણા હિટ ગીતો આપ્યા છે જેમ કે હમકો દીવાના કર ગયા, અક્સર, અને અફસાના.
બીજા નંબરે શ્રેયા ઘોષાલની નેટવર્થ લગભગ ₹180-185 કરોડ
ADVERTISEMENT
તુલસી કુમાર નેટવર્થના મામલે દેશની સૌથી મોટી સિંગર છે, તો બીજા નંબર પર શ્રેયા ઘોષાલ છે, જેમની નેટવર્થ લગભગ ₹180-185 કરોડ છે. પછી ત્રીજા સ્થાને સુનિધિ ચૌહાણ છે, જેમની નેટવર્થ લગભગ ₹100-110 કરોડ છે. વ્યક્તિગત જીવનમાં, તુલસી કુમાર ગુલશન કુમારની પુત્રી અને ભૂષણ કુમારની બહેન છે. વર્ષ 2015માં તેમણે હિતેન રલ્હન સાથે લગ્ન કર્યા, જેનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાંચોઃ pushpa 2 collection: પુષ્પા 2ની પહેલા દિવસની કમાણી વાઈલ્ડ ફાયર..તગડો આંકડો આવ્યો સામે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.