બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Tribal leader Chhotu Vasava founded a new party

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ, મોટી વૉટબેંક ટાર્ગેટ થતું નામ રખાયું

Vishal Khamar

Last Updated: 05:37 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા ફરી રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના"  નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. તાજેતરમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજજમાં જોડાયા છે. 

છોટું વસાવા પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા
ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ તેમજ આપ દ્વારા ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. આપ દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારો દ્વારા જીત હાંસીલ કરવા માટે એડીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે.  ત્યાં જ છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરતા તેઓ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

ભાજપમાં જોડાયા બાદ પિતા પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું
BTP ના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા તેઓનાં પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો. તેમજ આ બાબતે જે તે સમયે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે, તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું. 

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં જોડાયા છે. 

વધુ વાંચોઃ પાટીદાર દીકરી પર વિવાદ અંગે કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું, કોંગ્રેસ પર ઢોળ્યો દોષનો ટોપલો

વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે.  ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વાસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ