બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Torture of stray cattle in Ahmedabad

ઢોરનો ત્રાસ / 'અહીં તો કોઈ ઢોર પકડવા આવતું જ નથી', અમદાવાદના આ વિસ્તારોમાં લોકોને રોડ પર નિકળતા લાગે છે ડર

Published By: Malay

Last Updated: 06:31 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં ઢોર પાર્ટીની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સ્માર્ટ રોડ હજુ સુધી ઢોર મુક્ત થયા નથી.

 

  • રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ ક્યારે?
  • બાપુનગર, નિકોલ, ઓઢવમાં ઢોરનો આતંક યથાવત 
  • HCનો રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નીપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. જેથી ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે થયેલી જાહેરહીતની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે સરકાર પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાની ઝાંટકણી કાઢી હતી.

ગુજરાત હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસની સ્થિતિ લગભગ યથાવત્ જોવા મળી રહી છે. શહેરના બાપુનગર, નિકોલ, ઓઢવમાં ઢોરનો આતંક યથાવત છે. શહેરના સ્માર્ટ રોડ હજુ સુધી ઢોર મુક્ત થયા નથી. આ પરથી ઢોર પાર્ટીની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. 

ઢોરના કારણે રોડ પર નીકળતા ડર લાગે છે:સ્થાનિક 

સ્થાનિકના જણાવ્યા અનુસાર, 'કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા આવતી નથી. ઢોરના કારણે રોડ પર નીકળવામાં પણ ડર લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મનીઓ ખાલી ગાડી લઈને આવે છે અને ઢોરને પકડ્યા વગર ચાલ્યા જાય છે.'

કોર્પોરેશન વાળા આવતા જ નથી ઢોર પકડવા: સ્થાનિક 

અન્ય એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, 'અમારી સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં ગાયોના ટોળે ટોળા જ જોવા મળે છે. કોર્પોરેશનવાળા આ રખડતા ઢોરને પકડવા માટે આવતા નથી. રખડતા ઢોરના કારણે અકસ્માતનો પણ ભય રહે છે.' 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338 અને 188 હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cattle torture ગુજરાતી ન્યૂઝ રખડતા ઢોરનો ત્રાસ લોકોમાં ડરનો માહોલ Cattle torture

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ