બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Relationship / Travel / Top romantic places to visit in the world with your life partner

Travel / વિદેશમાં પાર્ટનર સાથે રૉમેન્ટિક હોલિ-ડે મનાવવી હોય તો આ જગ્યાઓથી બેસ્ટ કોઈ નહીં

Published By: Shalin

Last Updated: 10:04 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારું વેકેશન તમારા પાર્ટનર સાથે થોડુ રોમેન્ટીક બનાવવા ઇચ્છતા હો અને રોમાન્સની ક્ષણો એકબીજા સાથે વીતાવવા ઇચ્છતા હો તો ઓફકોર્સ તમારે ફરવા માટે એવા રોમેન્ટીક પ્લેસ સિલેક્ટ કરવા જોઇએ. જ્યાં જઇને તમારી વચ્ચેનો પ્રેમ પણ વધી જાય અને જીંદગીભરનો યાદગાર અનુભવ બની જાય.

બ્રુજિસ, બેલ્જિયમ
  • બ્રુજિસ, બેલ્જિયમ

આ પરીઓની કહાની વાળુ મધ્યકાલીન શહેર છે. તેના અદભુત સ્કવેર, મનોરમ નહેરો અને કોબલ સ્ટોનની ગલીઓ ખુબ જ સુંદર દેખાય છે. તે યુરોપના ખુબ જ રોમેન્ટીક શહેરોમાંનુ એક છે. શહેરની વચ્ચેથી નહેર નીકળે છે આ કારણે બ્રુજિસને ‘ઉત્તરનું વીનાઇસ’ કહેવાય છે.

ઉબૂદ, બાલી
  • ઉબૂદ, બાલી

આર્ટ, કુદરત, સ્વસ્થ ખોરાક અને ક્રિએટીવીટીના શોખીન કપલ્સ માટે ઉબૂદ પરફેક્ટ રોમેન્ટીક પ્લેસ છે. ભાડે સ્કુટર લઇને તમે આખુ શહેર ફરી શકો છો અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી શકો છો. મંદિરોમા જઇને પારંપરિક બાલી સંસ્કૃતિની ઝલક જોઇ શકો છો.

ઓઇલ ઓફ સ્કાય, સ્કોટલેન્ડ

 

  • ઓઇલ ઓફ સ્કાય, સ્કોટલેન્ડ

અહીં તમને મનોરમ પર્વતો અને તટના દ્રશ્યો જોવા મળશે. અહીં તમે પહાડો પર હાઇકિંગ કરતા દિવસ વિતાવી શકો છો. સુર્યાસ્તના સમયે પણ અહીંનો નજારો અતિસુંદર હોય છે. શાંત બીચ પર ખાનગી પળો વિતાવીને એક રોમેન્ટીક સાંજ પસાર કરી શકો છો. આનાથી વધુ રોમેન્ટીક જગ્યા તમને કોઇ નહીં લાગે.

પાદાર આઇલેન્ડ, ઇન્ડોનેશિયા

 

  • પાદાર આઇલેન્ડ, ઇન્ડોનેશિયા

અહીં તમને સફેદ, ગુલાબી અને કાળા બીચ મળશે. આ આઇલેન્ડ ખુબ સુમસામ રહે છે. એવું લાગે છે કે આ આઇલેન્ડ ખાસ કરીને કપલ્સ માટે જ બન્યો હોય. આ આઇલેન્ડ પર બેસીને કપલ્સ કલાકો સુધી વાતો કરી શકે છે. રોમેન્ટીક ક્ષણો વીતાવી શકે છે.

સિંક ટિયર, ઇટાલી
  • સિંક ટિયર, ઇટાલી

આ પર્વત ભુમધ્ય સાગરની વચ્ચે છુપાયેલા સ્વર્ગ જેવો છે. તે ઇટાલીના ઉત્તર તટ પર આવેલો છે. અહીં ખાણી, પીણી, દારુ, રંગીન ઘરો અને સમુદ્રથી લઇને ગ્રીન પહાડોની સાથે રોમાન્સ જ રોમાન્સ છે.

ક્યોટો, જાપાન
  • ક્યોટો, જાપાન

પાર્ટનર સાથે જવા માટે ક્યોટો પણ દુનિયાના સર્વાધિક રોમેન્ટીક સ્થાનોમાનું એક છે. ક્યોટોના બોટનિકલ ગાર્ડનમાં તમને કેટલીક શાનદાર સ્થળાકૃતિઓ જોવા મળશે. જો તમે વસંતની મોસમમાં જશો તો રોમેન્ટીક બોટ રાઇડની મજા પણ માણી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

Life Partner Romance Travel relationship romantic tourist destination ટ્રાવેલ ડેસ્ટીનેશન રોમાન્સ લાઈફ પાર્ટનર Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ