બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / today fight between hot seats candidates on kutch-saurashtra and south gujarat elections 2022

ગુજ'રાજ' 2022 / ગુજરાતનાં દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર: સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં રસાકસી વચ્ચે આજે મતદાન

Published By: Dhruv

Last Updated: 08:03 AM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (2022) નું પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 19 જિલ્લાની 89 બેઠકોમાંથી આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ હોટ સીટો પર ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જામશે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન
  • કચ્છ-સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતની હોટ સીટ પર જામશે રસાકસી
  • 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો આજે ચૂંટણી મેદાનમાં

આજે ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે આ પ્રથમ તબક્કામાં કેટલીક એવી હોટ સીટો છે કે જેની પર સમગ્ર ગુજરાતની જનતા મીટ માંડીને બેઠી છે. કારણ કે આ બેઠકો એવી છે કે, જ્યાં ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવારો માટે વર્ચસ્વનો સવાલ છે. ત્યારે આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં એવી કઇ-કઇ હોટ સીટો છે કે જે બેઠક પર આજે રસાકસીનો જંગ જામશે.



આ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની હોટ સીટ

ક્રમ જિલ્લો બેઠક ભાજપ કોંગ્રેસ AAP અપક્ષ
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા જયંતી પટેલ પંકજ રાણસરિયા  
69 રાજકોટ રાજકોટ પશ્ચિમ ડૉ. દર્શિતા શાહ મનસુખ કાલરિયા દિનેશ જોષી  
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા ભોળાભાઈ ગોહિલ તેજસ ગાજીપરા  
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા યતિશ દેસાઇ નિમિષા ખૂંટ  
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા દિપક વેકરીયા રોહિત ભૂવા  
78 જામનગર જામનગર નોર્થ રિવાબા જાડેજા બીપેન્દ્રસિંહ જાડેજા કરશન કરમૂર  
81 દ્વારકા ખંભાળિયા મુળુભાઈ બેરા વિક્રમ માડમ ઈસુદાન ગઢવી  
82 દ્વારકા દ્વારકા પબુભા માણેક મુળુ કંડોરિયા લખમણ નકુમ  
84 પોરબંદર કુતિયાણા ઢેલીબહેન ઓડેદરા નાથા ઓડેદરા ભીમા મકવાણા કાંધલ જાડેજા ( સમાજવાદી પાર્ટી )
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા પરેશ ધાનાણી રવિ ધાનાણી  
98 અમરેલી રાજુલા હીરાભાઈ સોલંકી અંબરિશ ડેર ભરત બલદાણિયા  
105 ભાવનગર ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી કિશોરસિંહ ગોહિલ રાજુ સોલંકી  
106 બોટાદ ગઢડા (SC) શંભુપ્રસાદ ટુંડિયા જગદીશ ચાવડા રમેશ પરમાર  
149 નર્મદા ડેડિયાપાડા (ST) હિતેશ વસાવા જેરમાબેન વસાવા ચૈતર વસાવા  
152 ભરૂચ ઝઘડિયા રિતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલા ભગત છોટુ વસાવા ( અપક્ષ )
166 સુરત કતારગામ વિનુ મોરડિયા કલ્પેશ વરિયા ગોપાલ ઈટાલિયા  
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી (કિશોર કાનાણી) પ્રફુલ તોગડિયા અલ્પેશ કથીરિયા  
165 સુરત મજુરા હર્ષ સંઘવી બલવંત જૈન પીવીએસ શર્મા  
68 રાજકોટ રાજકોટ પૂર્વ ઉદય કાનગડ ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાહુલ ભુવા  

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો
19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન
કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન

મતદાનનો સમય
સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી

કુલ ઉમેદવારો
89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં
39 રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં
718 પુરૂષ ઉમેદવારો
70 મહિલા ઉમેદવારો

કુલ મતદાતાઓ
2,39,76,670 મતદારો કરશે મતદાન
1,24,33,362 પુરૂષ મતદારો
1,15,42,811 મહિલા મતદારો
497 અન્ય મતદારો
કુલ 163 NRI મતદારો
125 પુરૂષ અને 38 મહિલા NRI મતદારો

કુલ પોલિંગ બુથ
કુલ 25,430 મતદાન મથકો
શહેરી વિસ્તારમાં 9014 મતદાન મથક
ગ્રામ્ય વિસ્તારમાં 16 હજાર 416 મતદાન મથક
પ્રથમ તબક્કામાં 14 હજાર 382 સ્થળો પર મતદાન
3 હજાર 311 શહેરી વિસ્તારમાં મતદાન
11 હજાર 71 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન
89 મોડલ મતદાન મથકો 
89  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો 
611 સખી મતદાન મથકો
18 યુવા સંચાલિત મતદાન મથકો

કુલ EVM
કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં થશે મતદાન

આજે ગુજરાતભરમાં આ બેઠકો પર સૌની નજર

ખંભાળિયા બેઠક પર આજે ખરાખરીનો જંગ

ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા સૌ કોઇની આ સીટ પર મીટ માંડીને બેઠાં છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. કારણ કે ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે.

ગોંડલ બેઠક પર જામશે ચૂંટણીનો રસપ્રદ જંગ

ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ગોંડલ વિધાનસભા સીટ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

કુતિયાણા બેઠક પર કાંધલ જ કિંગ?

કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આથી આ બેઠક પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે.

વરાછા બેઠક

વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ સીટ પરથી કોણ બાજી મારે છે અને કોણ ઘરભેગું થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 gujarat First phase election gujarat elections 2022 latest news ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કાની ચૂંટણી Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ