બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / to get rid of nasal congestion using ayurvedic remedies
Last Updated: 07:58 PM, 6 January 2024
ADVERTISEMENT
શિયાળામાં ઈમ્યૂનિટી નબળી હોય તો અનેક પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડે છે. બંધ નાકના કારણે શ્વાસ લઈ શકાતો નથી અને વાત કરવાનું મુશ્કેલ બની જાય છે. આ તકલીફ થાય તો ગભરાવવાની જરૂર નથી, ઘરગથ્થુ ઉપાયની મદદથી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.
બંધ નાક માટેના ઉપાય
સરસિયાનું તેલ- રાત્રે સૂતા પહેલા સરસિયાનું તેલ નાકમાં 2-2 ટીપા નાંખવું. જેથી નાકના પેસેજ ક્લીયર થાય છે અને શ્વસનપ્રક્રિયા યોગ્ય પ્રકારે થાય છે.
ADVERTISEMENT
સ્ટીમ થેરાપી- બંધ નાકની સમસ્યા હોય તો એક તપેલીમાં ગરમ પાણી કરો, તેમાં પુદીનાનું તેલ અથવા બામ મિશ્ર કરો. હવે ટુવાલથી માથુ કવર કરીને વરાળ લો. આ પ્રકારે કરવાથી બંધ નાકની સમસ્યા દૂર થાય છે.
તુલસીની ચા- તુલસીનું સાંસ્કૃતિક મહત્ત્વ હોવાની સાથે સાથે તેમાં ઔષધીય ગુણ પણ રહેલા છે. તુલસીથી હર્બલ ટી બનાવીને તેનું સેવન કરવાથી બંધ નાકની પરેશાની દૂર થાય છે.
ADVERTISEMENT
આદુની ચા- ભોજન સ્વાદિષ્ટ બનાવવા માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુમાં એન્ટીવાયરલ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણ રહેલા છે, જેની મદદથી બંધ નાકની સમસ્યા દૂર થાય છે.
નીલગિરીનું તેલ- નીલગિરીનું તેલ નાક માટે ફાયદાકારક છે. કોટન અથવા કપડામાં નીલગિરી તેલના ટીપા નાખીને તે સુંઘવાથી બંધ નાકથી રાહત મળે છે. આ એક અસરદાર ઉપાય છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT