બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / This is how you can restore deleted WhatsApp messages and chats, follow these easy steps

ટિપ્સ / WhatsApp પર ડિલીટ થઇ ગઇ છે જરૂરી ચેટ-મેસેજ, આ રીતે મેળવો પાછી

Juhi

Last Updated: 12:06 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૉપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને ભારતમાં મોટી સંખ્યામાં લોકો યૂઝ કરે છે અને લગભગ તમામ સ્માર્ટફોન યૂઝર્સ આ એપ્લિકેશન યૂઝ કરે છે.

ચેટિંગ માટે સૌથી સરળ આ નવી એપમાં સતત નવા-નવા ફિચર્સ આવે છે. WhatsAppનો ઉપયોગ મોટેભાગે યૂઝર્સ ચેટિંગ માટે જ કરે છે, તો આ પ્લેટફોર્મ પર ફોટોઝ, ફાઇલ્સ, લોકેશન, ઓડિયો અને સ્ટિકર્સ પણ મોકલી શકે છે. એવામાં જરૂરી છે કે આ એપનું યૂઝર્સ પાસે બેકઅપ હોવુ જોઇએ. એવામાં જો ભૂલથી તમારા મેસેજીસ અથવા તો ચેટ ડિલીટ થઇ જાય તો સરળતાથી પાછી મેળવી શકાય છે. 

WhatsApp પોતાના યૂઝર્સને ડિવાઇસ પર કરેલી ચેટ્સનું એક બેકઅપ તૈયાર કરી આપે છે. આ સિવાય એન્ડ્રોઇડ ડિવાઇસ યૂઝર્સ પોતાના ગૂગલ ડ્રાઇવ અને iOS ડિવાઇસ યૂઝર્સને iCloud પર પોતાના મેસેજે બેકઅપ તૈયાર કરવાનો વિકલ્પ મળે છે. તમે એપની સેટિંગ્સથી ચેટ તથા બેકઅપમાં જઇને ગૂગલ ડ્રાઇવ અથવા તો  iCloud પર બેકઅપ તૈયાર કરી શકાય છે. આ માટે ઑટોબેકઅપનો ઑપ્શન મળે છે. તમે પસંદ કરી શકો છો કે, એપ ક્યારે ગૂગલ ડ્રાઇવ અથવા iCloud પર તમારા ચેટ્સનું બેકઅપ તૈયાર કરી શકશે, જેની મદદથી તમે જૂના મેસેજ પાછા મેળવી શકો છો. તમે મેસેજીસને આ રીતે પણ રિકઅવર કરી શકો છો... 

ગૂગલ ડ્રાઇવ/ iCloud બેકઅપની મદદથી:

- ચેટ ડિલીટ થઇ ગઇ છે, તો WhatsApp અનઇસ્ટૉલ કરી લો.

- આ પછી પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર ફરીથી ઇન્સ્ટૉલ કરો.

- તમારા જૂના નંબર પર જ WhatsApp સેટઅપ કરો.

- લાસ્ટમાં તમને બેકઅપ રીસ્ટોર કરવાનો વિકલ્પ મળશે.

- આ રીસ્ટોર પર ટેપ કરો અને મેસેજ રીસ્ટોર થાય તેની રાહ જુઓ.

- તમે ડિલીટ થઇ ચૂકેલા મેસેજ અને ચેટ પાછા આવી જશે.

(નોટ: જો મેસેજ ડિલીટ થયા પછી ઑટો બેકઅપ તૈયાર થઇ ચૂક્યુ હોય, તો પાછા મેળવી શકાશે. આ માટે તમે લોકલ બેકઅપની મદદ લઇ શકો છો)

લોકલ બેકઅપની મદદથી:

લોકલ બેકઅપની મદદથી મેસેજ પરત લેવાની ટ્રિક્સ માત્ર એન્ડ્રોઇડ ફોન પર કામ કરશે. 

WhatsAppમાં દરરોજ 2 વાગે (નેટ ઑન થવા પર ) ડિવાઇસમાં એક લોકલ બેકઅપ પણ તૈયાર કરી દે છે, જે તમારી મદદ કરશે. આ સ્ટેપ્સ કરો ફૉલો

- એન્ડ્રોઇડ ફોનમાં ફાઇલ મેનેજરમાં જાઓ.

- અહીંયા WhatsApp ફોલ્ડરમાં Database ફોલ્ડર ઓપન કરો.

- જ્યાં તમને ઘણી ફાઇલ જોવા મળશે અને ત્યાં તમે msgstore.db.crypt12 ને સિલેક્ટ કરો.

- હવે અહીંયા રહેલી કોઇ બીજી ડેટાબેસનું નામ msgstore.db.crypt12 કરી દો.

- ગૂગલ ડ્રાઇવમાં જૂનુ બેકઅપ ડિલીટ કરી દો. આ માટે ડ્રાઇવ એપના મેન્યૂમાં બેકઅપમાં જવુ પડશે. 

- હવે WhatsAppને અનઇન્સ્ટૉલ કરીને ફરી ઇન્સ્ટૉલ કરી દો.

- WhatsApp સેટઅપ કરો અને લાસ્ટમાં તમારે લોકલ બેકઅપ રીસ્ટોર કરવાનો વિકલ્પ મળશે.

- અહીંયા Restore પર ટેપ કરો અને તમારી ડિલીટ ચેટ રીસ્ટોર થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Backup Technology WhatsApp WhatsApp Features tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ