બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Thinking of buy a house Things to keep in mind while taking a home loan

તમારા કામનું / ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

Megha

Last Updated: 04:58 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Things to keep in mind while taking a home loan: ઘણા લોકો હાલ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હશે, તો હોમ લોન લેતા સમયે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે

  • મોટાભાગના લોકો ઘર ખરીદવાના સપનાને પૂરું કરવા માટે હોમ લોન લે
  • હોમ લોન લેતા સમયે કેટલીક વાતો ધ્યાનમાં લેવી જરૂરી 
  • હોમ લોનના નિયમો અને શરતો

Things to keep in mind while taking a home loan: પોતાનું ઘર ખરીદવાનું સપનું કોનું નથી હોતું? દરેક લોકો ઈચ્છે છે કે તેનું ખુદનું એક ઘર હોય પણ આ મોંઘવારી અને પૂરતા પૈસાની અછતને કારણે લોકો ઘર ખરીદી શકતા નથી. નવું ઘર ખરીદવા માટે હંમેશા મોટી રકમની જરૂર પડે છે અને મોટાભાગના લોકો ઘર ખરીદવાના સપનાને પૂરું કરવા માટે હોમ લોન લે છે. હોમ લોન ઘરનું ઘર લેવાનું સપનું પૂરું કરવામાં વ્યક્તિની મદદ કરે છે અન હોમ લોન તમને ટેક્સ પર બચત કરવાની તક પણ આપે છે. એવામાં ઘણા લોકો હાલ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હશે, તો જો તમે પણ હોમ લોન લઈને ઘર ખરીદવાની રીત શોધી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

દરેક દસ્તાવેજ હાજર રાખો 
હોમ લોન માટે અરજી કરતી વખતે લોન લેનારાએ અમુક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોય છે જેમાં આવકનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ અને મિલકતના કાગળો શામેલ હોય છે. આ દસ્તાવેજી પુરાવાઓના આધારે લોન આપનાર તમને સિદ્ધાંતિક મંજૂરી આપે છે  અને મિલકતની ચકાસણી કર્યા પછી જ લોનને અંતિમ મંજૂરી મળે છે.

ડાઉન પેમેન્ટ 
સામાન્ય રીતે બેંકો અથવા ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓ લોન લેનારની પાત્રતા અને અન્ય પરિબળોને ધ્યાનમાં લઈને લોન તરીકે મિલકતની કિંમતના માત્ર 75 થી 90 ટકા જ મંજૂર કરે છે. બાકીની રકમ લોન લેનાર દ્વારા ખરીદી સમયે ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવાની રહેશે.તમે ડાઉન પેમેન્ટ માટે સારી એવી રકમ ચૂકવીને તમારી માસિક EMI અથવા લોનની મુદત ઘટાડી શકો છો.

EMI ચૂકવવાની પૂરતી વ્યવસ્થા 
બજારની અસ્થિરતા, બીમારી અથવા અન્ય કોઈ કારણોસર આવકમાં અચાનક ઘટાડો થાય એવી સ્થિતિ આવે ત્યારે લોનલેનારની EMI ની ચુકવણી ક્ષમતાને અસર કરી શકે છે. તેથી લોન લેતી વખતે તેને ચૂકવવા માટે 'પ્લાન બી' તૈયાર હોવો જરૂરી છે. EMI સમયસર ચૂકવવાની સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે કેટલીક રકમ હાથ પર રાખવી જોઈએ, જે ઓછામાં ઓછી 6 મહિનાની EMI હોય એટલી હોવી જોઈએ. ઇમરજન્સી સ્ટ્રાઇકના કિસ્સામાં આ રકમ તમને મદદ કરશે. 

લોનના નિયમો અને શરતો
હોમ લોનને અંતિમ રૂપ આપતા પહેલા તમારી લોન સંબંધિત તમામ નિયમો અને શરતો જાણી લેવા ખૂબ જ જરૂરી છે.  એવું બની શકે કે EMIની રકમ વધુ ન હોવાને કારણે લોન તમને સારી લાગી શકે પણ ઘણી વખત એવું પણ બને છે કે લોન આપનારે તેમાં ઘણા  છુપાયેલ ચાર્જ લગાવ્યા હોય અથવા પ્રોસેસિંગ ફી તરીકે મોટી રકમ વસૂલ કરી રહ્યા હોય.  એટલે જ લોન લેનારાઓએ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પોમાં જોઈ લેવા જોઈએ. 

CIBIL સ્કોર સારો હોવો 
એક સારો CIBIL સ્કોર, જે આદર્શ સ્થિતિમાં 750  થી વધુ હોવો જરૂરી છે. સારા CIBIL સ્કોરને કારણે લોન મેળવવાનો રસ્તો ઘણો સહેલો થઈ જાય છે અને તેની અસર લોનના વ્યાજ દર પર પણ પડે છે. તેથી જો તમે હોમ લોન લેવા પર વિચાર કરી રહ્યા છો તો તમે તમારી પાસે પહેલેથી જ જે લોન છે એ લોનની ચૂકવણી કરો અને તમારા CIBIL સ્કોરને સુધારવા માટે શિસ્તબદ્ધ નાણાકીય વ્યવહારો કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ