બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / There has been a big drop in deposits of Indians in Swiss banks, Finance Minister Sitharaman himself gave the information

લોકસભા / સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં થયો મોટો ઘટાડો, નાણા મંત્રી સિતારમણે પોતે આપી માહિતી

ParthB

Last Updated: 11:48 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્મલા સીતારમણે  કહ્યું કે મીડિયા સહિત ઘણા લોકોમાં સામાન્ય ધારણા છે કે સ્વિટ્ઝર્લેન્ડ અને વિદેશમાં જમા તમામ ભારતીયોની સંપૂર્ણ સંપત્તિ કાળું નાણું (અઘોષિત) છે.

  • સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોની જમા રકમમાં ઘટાડો થયો- કેન્દ્રીય નાણામંત્રી
  • 2020ની સરખામણીએ 2021માં વિદેશમાં બ્લેકમનીમાં વધારો અહેવાલો ભ્રામક
  • કેન્દ્રીય મંત્રી નાણા મંત્રી સિતારમણે સંસદ ભવનમાં આપી માહિતી 

2020ની સરખામણીએ 2021માં વિદેશમાં બ્લેકમનીમાં વધારો અહેવાલો ભ્રામક 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2021માં સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 8.3 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય બ્લેક મની ટેક્સ એક્ટ હેઠળ વિદેશમાં અઘોષિત સંપત્તિ જમા કરવાના 368 કેસમાં 14,820 કરોડ રૂપિયાની કર જવાબદારી બહાર આવી છે. આ માહિતી તેમણે સોમવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે 2020ની સરખામણીએ 2021માં વિદેશમાં જમા ભારતીયોના કાળા નાણામાં વધારો થવાના કથિત મીડિયા અહેવાલો વાસ્તવમાં ભ્રામક છે.

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોની જમા રકમમાં ઘટાડો થયો- કેન્દ્રીય નાણામંત્રી

નિર્મલા સીતારમણે કહ્યું કે મીડિયા સહિત ઘણા લોકોમાં સામાન્ય ધારણા છે કે સ્વિટ્ઝર્લેન્ડ અને વિદેશમાં જમા તમામ ભારતીયોની સંપૂર્ણ સંપત્તિ કાળું નાણું (અઘોષિત) છે.જો કે, બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સના સ્થાનિક બેંકિંગ આંકડાઓ જેના આધારે મીડિયા કાળા નાણામાં વધારો થવાનો દાવો કરી રહ્યું છે, આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોની જમા રકમમાં ઘટાડો થયો છે.

હોબાળાની વચ્ચે એક સપ્તાહમાં માત્ર એક જ બિલ પાસ થયું

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં માત્ર એક જ બિલ, ભારતીય એન્ટાર્કટિકા બિલ, લોકસભામાં પસાર થયું હતું. સરકારની યોજના સોમવારે ફેમિલી કોર્ટ એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચા કરીને તેને પાસ કરાવવાની હતી. જોકે, હોબાળાને કારણે આ થઈ શક્યું ન હતું. બીજી બાજુ, મોંઘવારી પર ચર્ચામાં વિપક્ષના વિરોધને કારણે રાજ્યસભામાં કોઈ કામ થયું ન હતું.

સસ્પેન્શન એ લોકશાહી પર કલંક છે

કોંગ્રેસે લોકસભામાંથી તેના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાને લોકશાહી પર કલંક ગણાવ્યું છે. ગપાર્ટીના ઉપ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, સરકાર સસ્પેન્શનથી અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman Swiss banks big drop deposits finance minister જમા નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોટો ઘટાડો Nirmala Sitaraman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ