બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / the police department preparations during Navratri

નવરાત્રિ / નવરાત્રિ દરમિયાન ગરબામાં છેડતી કરનાર શખ્સોની હવે ખેર નહીં, પોલીસ વિભાગે કરી આ મોટી તૈયારીઓ

Kiran

Last Updated: 09:32 AM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખૈલયામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થતી નવરાત્રિને લઈ પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં

  • ગરબામાં છેડતી કરનારની ખેર નહીં
  • પોલીસની 91 સી ટીમ રહેશે અલર્ટ
  • સોશિયલ મીડિયા પર પણ રહેશે નજર

આજની નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખૈલયામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થતી નવરાત્રિને લઈ પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે

ગરબામાં છેડતી કરનારની ખેર નહીં

રાજ્યામાં કોરોના સંક્રમણને પગલે આ વખતે મોટા ગરબા આયોજનકોને મંજૂરી આપવામા આવી નથી, પરતું શેરી  કરબા અને નાના ગરબા આયોજનકોને મંજૂરી આપવામાં આવી છે ત્યારે પોલીસ વિભાગની ટીમ પણ એક્શનમાંઆવી ગઈ છે, નવરાત્રિ દરમિયાન ગરબા રમતી યુવતીઓ સાથે છેડતીના બનાવો સામે આવતા હોય છે ત્યારે પોલીસે આવી ઘટનાઓ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસની 91 સી જેટલી ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે, આ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર પણ નજર રાખવામાં આવશે, એટલું જ નહી છેડતી કરનાર શખ્સો સામે પોલીસ દ્વારા શખ્ત કાર્યવાહી પણ કરવામાં આવશે. 

સોશિયલ મીડિયા પર પણ રહેશે નજર

અમદાવાદ પોલીસની 91 સી ટીમ ચણિયાચોળી પહેરી અસામાજિક તત્વો પર બાજ નજર રાખસે, એટલું જ નહીં નવરાત્રીમાં રોજ 15 હજારથી વધુ કર્મચારી-અધિકારીઓ તૈનાત સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે, નવારાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમવા માટેને પરવાનગી આપવામાં આવી છે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી સ્પીકર વાગતું હશે તો આયોજકની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકેશે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધર્મ કે જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે પણ પોલીસ દ્વારા શખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન

નવરાત્રીમાં 78 હોક બાઇક, ખાનગી બાઇક તેમ જ સરકારી વાન મળીને 500થી પણ વધુ વાહનોનું ક્રોસ પેટ્રોલિંગ રહેશે. તેમજ રાસ-ગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે. સાથે  400થી વધુ લોકો રાસ-ગરબાના સ્થળે ભેગા ન થાય, જ્યારે લાઉડ સ્પીકર રાતે 12 વાગ્યા સુધી જ વગાડવું તે તમામ બાબતો પર પોલીસ વિભાગ નજર રાખશે  તેમ છતાં જો લાઉડ સ્પીકર ચાલુ હશે કે કોઈ ફરિયાદ કરશે તો આયોજક સામે ગુનો નોંધી ધરપકડ કરાશે. મહત્વનું છે કે નવરાત્રીમાં સરકારે કર્ફ્યૂમાં 1 કલાકની છૂટછાટ આપી 12થી સવારે 6 સુધી કર્ફ્યૂ રાખ્યો છે. આ સાથે ખાણીપીણી બજાર, હોટેલ-રેસ્ટોરાં પણ રાતે 12 સુધી ખુલ્લાં રાખી શકાશે. જોકે આવી જગ્યાએ લોકોની ભીડ ભેગી થતી હોવાથી પોલીસની સતત વોચ રહેશે.

પોલીસની 91 સી ટીમ રહેશે અલર્ટ

ગુરુવારથી  માતાજીની  આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઇ રહી છે ત્યારે રાજ્યમાં શેરી ગરબા માટે રાજ્યભરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રારંભે જ રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરદેવી ભદ્રકાળી મંદિરે પૂજન-અર્ચન સાથે આરતી કરશે. તો રાજ્યના દરેક મંત્રીઓ પણ વિવિધ શક્તિપીઠોમાં આરતી કરશે. વિવિધ શક્તિપીઠોમાં પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો ગરબા પરફોર્મ કરશે. અને પ્રખ્યાત કલાકારોના ગરબાઓનું સોશિયલ મીડિયામાં ટેલિકાસ્ટ કરાશે

શેરી ગરબાને કેટલીક શરતોને આધીન મંજૂરી

ગુજરાતમાં લગભગ બે વર્ષે નવલા નોરતાના આયોજન માટે રાજ્ય સરકારે શેરી ગરબાને કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે. મર્યાદિત સંખ્યામાં એકત્રિત થઇ ગળી કે શેરીમાં ગરબાની ઉજવણી કરી શકો છો તેમાં પણ સોશિયલ ડીસ્ટન્સ,માસ્કની અનિવાર્યતા રહેશે. પરંતુ રાજ્યના મોટા શહેરોમાં પોલીસ કમિશનરે જ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયમોનું પાલન કરવા સૂચવ્યું છે. જેમ અમદાવાદના જાહેર સ્થળો, હોટેલ- રેસ્ટોરન્ટ,BRTS/AMTSની બસ અને કાંકરિયા જેવા સ્થળો પર વેકસીનના બે ડોઝ ફરજિયાત લીધા હોવાના સર્ટીફીકેટ દર્શાવવા પડે છે તે જ રીતે રાજકોટમાં નવરાત્રીની કોઈ પણ ઉજવણીમાં વેકસીનના બે ડોઝ ફરજિયાત હોવા જરૂરી છે.



 

નવલા નોરતાનો ગુરુવારથી પ્રારંભ 

માં આધ્યાશક્તિના પાવન પર્વ નવલા નોરતાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે પાવાગઢમાં મોટી સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓ માટે એક આંચકારૂપ સમાચાર છે. જિલ્લા કલેકટરે પાવાગઢમાં ખાનગી વાહનોની અવાર-જવર પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 20 ઓક્ટોબર સુધી લાગુ રહેશે મહત્વનું છે કે કોરોના સંક્રમણને લઈને પાવાગઢ મંદિરમાં પ્રત્યક્ષ  દર્શન બંધ હતા.ત્યાર બાદ,જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન યાત્રાધામોમાં ભારે ભીડ ઉમટી હતી. જેમાં પાવાગઢ મંદિરનો પણ સમાવેશ થતો હતો.છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓની અવર-જવર ઓછી  હતી.પરંતુ હવે બધું નોર્મલ થઇ રહ્યું છે ત્યારે, ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અને માતાજીના મંદિર પર શ્ર્ધાળુઓ ઉમટશે. દરમિયાન પંચમહાલ જિલ્લા કલેકટરે આદેશ આપતા ખાનગી વાહનો પર પ્રતિબંધ મુક્યો છે. આગામી 20 ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ જારી રહેશે.

ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત

ગુજરાતમાં કુલ વેક્સિનેશન  6.28 કરોડ થઇ ગયું છે તેમજ કુલ 4.27 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ગયો છે. બુધવારે નવરાત્રિના આગલા દિવસે રાજ્યમાં 2.01 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યાં છે. રાજ્યમાં 87 ટકાને પહેલો ડોઝ અને 41 ટકાને બન્ને ડોઝ મળ્યા છે. સરકારના આદેશ મુજબ, નવરાત્રિમાં ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં રસી લીધેલા લોકો નવરાત્રીમાં ગરબે રમી શકશે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની અંદાજિત વસ્તી 4.93 કરોડ છે. હજૂ રાજ્યમાં 66 લાખ લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી છે જ્યારે 2.92 કરોડ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ