બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / The biggest revelation in Haryana's Nuh violence case, Pakistan Connection In Nuh Clash

નૂહ હિંસા અપડેટ / જે તણખાના કારણે હરિયાણામાં આગ લાગી એ તો પાકિસ્તાની નીકળ્યો: નૂહ હિંસા મામલે સૌથી મોટો ખુલાસો

Priyakant

Last Updated: 08:44 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Connection In Nuh Clash News: અહેસાન મેવાતી નામના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવ્યા, હરિયાણા પોલીસની તપાસમાં મોટો ખુલાસો

  •  હરિયાણાના નૂહ હિંસાને લઈ મોટા સમાચાર
  • નૂહ હિંસામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું 
  • પાકિસ્તાનમાં બેસી ઈસમ કરતો હતો વિડીયો અપલોડ  
  • અહેસાન મેવાતી નામના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લોકોને ઉશ્કેરાયા હતા 

આપણો પાડોશી દેશ પાકિસ્તાન કાશ્મીરની પ્રગતિથી ઈર્ષ્યા કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતમાં હિંસા ભડકાવવાનું સતત કાવતરું ઘડી રહ્યું છે. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં ફાટી નીકળેલી હિંસાનો દોર પણ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. હરિયાણા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, અહેસાન મેવાતી નામના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલવરનું લોકેશન નોંધવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં અહેસાન મેવાતી નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરનાર જીશાન મુશ્તાક પાકિસ્તાનમાં બેઠો છે. 

હરિયાણામાં હિંસાની આગ હજુ નથી શમી 
આ તરફ 31 જુલાઈએ ભડકેલી હિંસાની આગ હજુ શમી નથી. પોલીસ હિંસાના આરોપીઓની સતત ઓળખ કરી રહી છે અને તેની ધરપકડ કરી રહી છે, પરંતુ નૂહમાં થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ પોલીસની પહોંચથી દૂર છે કારણ કે હવે જે ખુલાસો થયો છે તેનાથી નૂહમાં થયેલી હિંસા સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

ઝીશાન લાહોરથી કરી રહ્યો હતો વીડિયો અપલોડ
હરિયાણા પોલીસની તપાસમાં પાકિસ્તાની યુટ્યુબર ઝીશાન મુશ્તાક લાહોરથી વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. તે વીડિયો અપલોડ કરવા માટે પાકિસ્તાન એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યો હતો. આ નેટવર્ક દ્વારા પાકિસ્તાન સરકાર શૈક્ષણિક સંસ્થાને ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જીશાન મુશ્તાકે મોનુ માનેસરની હત્યા કરવા અને હિંસા ભડકાવવા માટે ભીડને ઉશ્કેરી હતી. તે 31 જુલાઈના રોજ સતત આગચંપી અને તોડફોડના વીડિયો જાહેર કરી રહ્યો હતો. પોલીસને શંકા છે કે, ઝીશાન મુશ્તાકનું નૂહમાં મજબૂત કનેક્શન છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે.

હકીકતમાં જીશાન મુશ્તાક દ્વારા હિંસાનો વીડિયો અપલોડ કર્યાના 48 કલાકની અંદર 1 લાખ 45 હજાર લાઈક્સ મળી હતી. તેની યુટ્યુબ ચેનલ પર 80 હજાર ફોલોઅર્સ હતા. જોકે હવે ઝીશાનની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી છે.  

102 FIR નોંધાઈ, 200થી વધુ ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં 102 FIR નોંધવામાં આવી છે, 200થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 80થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ભડકાઉ પોસ્ટના મામલામાં 2300 થી વધુ વીડિયોની તપાસ ચાલી રહી છે. નૂહમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ