ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
લોહીમાં સુગરનું ઉંચુ પ્રમાણ લાંબો સમય રહે તો હૃદય રોગ જેવી ગંભીર બિમારીઓ થાય છે. જર્નલ ઓફ ડેરી સાયન્સમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ સવારના નાસ્તામાં હાઇ-પ્રોટીન દૂધ કે દુધની બનાવટ લેવામાં આવે તો લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું થાય છે.રિસર્ચમાં દાવો કરાયો છે કે સવારે માત્ર દૂધ પીવાથી દિવસભર લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું રહે છે, જે ટાઇપ 2
ડાયાબિટીઝવાળા લોકોને ફાયદો પહોંચાડે છે.
ADVERTISEMENT
વજનમાં કંન્ટ્રોલ કરવામાં થાય છે મદદરૂપ
સવારમાં પ્રોટીનનું સેવન કરવાથી વ્યક્તિની ભૂખમાં નોંધપાત્ર ઘટાડો થાય છે વજન કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.તેલ અવીવ યુનિવર્સિટીના મેડિસિન વિભાગના પ્રોફેસર ડેનીએલા જાકુબોવીકઝના જણાવ્યા મુજબ વ્હે પ્રોટીન ડ્રિંક સરળતાથી તૈયાર થઇ શકે છે. જેનાથી શરીરને જરુરી પ્રોટિન સપ્લિમેન્ટ પણ મળી રહે છે. ડાયાબિટીઝ યુકેએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે આપણને બધાને દરરોજ દૂધ, પનીર અને દહીં જેવા કેટલાક ડેરી પ્રોડકટસની જરૂર હોય છે.
ADVERTISEMENT
હાડકા અને દાંત બને મજબૂત
આ બધામાં પ્રોટીન અને વિટામિન હોય છે અને તે કેલ્શિયમનો મહત્વપૂર્ણ સ્રોત છે, જે હાડકા અને દાંતને મજબૂત રાખવામાં મદદ કરે છે. દૂધ અને અન્ય ડેરી ફૂડમાં સામાન્ય રીતે
ઓછઓ જીઆઈ (ગ્લાઇસેમિક ઇન્ડેકસ) હોય છે કારણ કે દૂધમાં રહેલી કુદરતી ખાંડ લેકટોઝ ધીમે ધીમે લોહીમાં ભળે છે. જેનાથી વારંવાર અને જલ્દી ભુખ લાગતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT