ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / the alleged audio clip of amreli mp naran kachhadiya goes viral on social media

રાજકારણ / AUDIO CLIP: કથા કન્સ્ટ્રક્શન મારા જમાઈનું છે... એમાં પડતાં નહીં...: BJP સાંસદ કાછડિયા પાલિકાના ઉપપ્રમુખને ધમકાવતા હોય તેવી કથિત ક્લિપ વાયરલ

Published By: Malay

Last Updated: 12:17 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli News: અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકાવતો ઓડિયો વાયરલ, નારણ કાછડિયાએ કહ્યું કે ડી. કે. તો મરી ગયો છે અને તારું રાજકારણ નાનું છે.

ADVERTISEMENT

  • નારણ કાછડિયાનો પાલિકા ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ
  • પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઇનું છે: નારણ કાછડિયા
  • કથીત ઓડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય 

Amreli News: અમરેલીના સાંસદ નારણ કાછડિયાની ઓડિયો ક્લિપે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપના સાંસદ નારણ કાછડિયાનો સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકાવતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. નારણ કાછડિયા ફોન પર સામા પક્ષના વ્યક્તિને ધમકાવતા હોય તેવા પ્રકારના શબ્દો સાંભળવા મળી રહ્યા છે. 
 
ભાજપ સાંસદ નારણ કાછડિયાનો ઓડિયો વાયરલ
અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો પાલિકા ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ થયો છે. ભાજપ સાંસદ નારણ કાછડિયા સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને કહી રહ્યા છે કે પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઇનું છે. જો એની સામે કંઈ થયું તો હું જરાય ઓછો નહીં ઉતરું. ડી.કે. તો મરી ગયો છે અને તારું રાજકારણ નાનું છે. 

'તું ક્યાંય મારી વચ્ચે પડતો નહીં'
જેના પર પ્રતિક નાકરાણી કહી રહ્યા છે કે, સાહેબ તમે કહો એની કસમ તમને કોઈ કહેને તો હું તમને પગે પડી જઉં. જેના પર સાંસદ કહી રહ્યા છે કે ડી.કે તને કહે એમ કરતો નહીં. કોઈના કહેવાથી કે વાતમાં આવીને તું ક્યાંય પણ મારી વચ્ચે પડતો નહીં. નગરપાલિકામાં પેશાબના બે ટીપાં વધારે પડશે તો પણ મને ખબર પડશે. મારું ત્રીસ વર્ષનું રાજકારણ છે. મને નગરપાલિકામાં જ નહીં બીજે ક્યાં શું કરવું એની બધી ખબર પડે છે. ભાજપના નેતાની વાતચીતનો ઓડિયોને લઇ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

AUDIO CLIP BJP સાંસદ કાછડિયા Social Media alleged audio clip mp naran kachhadiya અમરેલી ન્યૂઝ અમરેલી સમાચાર amreli news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ