બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Tech & Auto / Text messages sent during valentines day reaches to receivers with an exorbitant delay of 8 months

OMG / વેલેન્ટાઇન્સ ડેના મેસેજિસ છેક આઠ મહિને મળ્યાં, કેટલાંકના બ્રેક-અપ થઈ ગયાં જ્યારે અમુક તો...

Published By: Shalin

Last Updated: 10:26 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ વ્યક્તિને સંદેશો પહોચાડવામાં સમય અગત્યનો ભાગ ભજવે છે. ઘણા સંદેશા સમાચારને આપણે વાસી સમાચારમાં ખપાવી દઈએ છે. પરંતુ અમેરિકામાં બનેલા એક ચોંકાવનારા બનાવ મુજબ વેલેન્ટાઈન ડેના દિવસે મોકલેલા ટેક્સ્ટ મેસેજિસ મહિનાઓ મોડા પહોંચતા કેટલાય પ્રેમી પંખીડાઓના બ્રેક અપ થઇ ગયા હતા. લોકોએ આ ઘટના મામલે ટેલિકોમ કંપનીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

જયારે પોસ્ટનો જમાનો હતો ત્યારે દિવસો,મહિનાઓ કે વર્ષો પછી ટપાલ મળે તે સામાન્ય વાત હતી.પણ ટેકનોલોજી અને ઇન્સ્ટન્ટ મેસેજીસના જમાનામા કોઇ મિત્ર કે સ્વજને મોકલેલો ટેક્સ્ટ મેસેજ તમને આઠ મહિના પછી મળે તો? આવો પ્રશ્ન કોઇ કરે તો પહેલા તો કોઇ તેના પર વિશ્વાસ કરે નહીં પણ આ હકીકત છે. 
ગત વેલેન્ટાઇન ડે પર મોકલેલા ટેક્સ્ટ મેસેજ ગત ઓકોટોબર માસમાં લોકોને મળી રહ્યા છે.નવાઇની વાત એ છે કે આ ઘટના ટેકનોલોજીમાં અગ્રેસર બનાવતા અમેરિકામાં બની છે.

ટેકનીકલ ખામીને કારણે અટવાયા મેસેજ
 
ખરેખર આઠ મહિના પહેલા, વેલેન્ટાઇન ડે નિમિત્તે અમેરિકામાં લાખો લોકોએ એકબીજાને ટેક્સ્ટ સંદેશાઓ મોકલ્યા હતા. પરંતુ ટેકનિકલ ખામીને કારણે હવે મેસેજ મળી રહ્યા છે.એન્ડ્રોઇડ મોબાઇલ અને આઇફોનના યુઝર્સને આ અનુભવ થયા છે. એક યુઝરના કહેવા પ્રમાણે તેને બે વર્ષ પહેલા કોઇએ મોકલેલો મેસેજ હવે મળ્યો છે.

Image result for america telecom companies

USAના મોટા ટેલિકોમ માથાઓએ કર્યું ભોપાળું

યુ.એસ.ની તમામ ટેલિકોમ કંપનીઓને સર્વિસ આપતી સિનિવર્સ નામની કંપનીને ટેકનિકલ ખામી માટે દોષી ઠેરવવામાં આવી છે.યુ.એસ.ની ટેલિકોમ કંપની ટી-મોબાઈલ, એટી એન્ડ ટી, સ્પ્રિન્ટ અને વેરીઝોનના યુઝર્સે આ છબરડા માટે ટ્વિટર સહિત સોશિયલ મિડીયા પર નારાજગી વ્યક્ત કરી છે.

વીતેલા સમયના સંદેશ હવે બન્યા અર્થહીન

 ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદ પણ કરી છે કે જેમની સાથે બ્રેકઅપ થઇ ગયું છે તેવી વ્યકિતનો મેસેજ હવે મળ્યો છે.કેટલાકે કહ્યું કે જે વ્યકિત હવે દુનિયામાં હયાત નથી તેના મેસેજ હવે મળી રહ્યા છે. સિનિવર્સ કંપનીએ આ ખામી માટે તેની વેબસાઇટ પર માફી માગી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે હવે આ ખામી દૂર થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.
 

સંકળાયેલા મુદ્દાઓ

America Telecom Services USA Valentine's Day relationship sms text messages OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ